પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : અરે, ઈશ્વરને પણ કર્મો કરવાં પડે છે. રામકૃષ્ણ ( Ramakrishna ) આદિ અવતારોમાં મનુષ્યોને શ્રેષ્ઠ આચરણનો આદર્શ બતાવવા ભગવાન કર્મ કરે છે. પરંતુ ભગવાન કોઈ કર્મમાં આસક્ત થતા નથી. અનાસક્તિપણે તેઓ કર્મ કરે છે.
કર્મ કર્યા વગર તો ચાલવાનું નથી. નહિ કશ્ર્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ ।। માટે અનાસક્તપણે
કર્મ કરો.
ત્રીજા મનુ થયેલા ઉત્તમ. પ્રભુએ સત્યસેનને ( Sathyasen ) નામે અવતાર ધારણ કરેલો.
ચોથા મન્વન્તરમાં પ્રભુનો હરિ નામનો જન્મ થયો અને તેમણે ગજેન્દ્રની ગ્રાહથી રક્ષા કરેલી. બીજા અધ્યાયથી ચોથા
અધ્યાય સુધી ગજેન્દ્રમોક્ષની કથા છે.
પરીક્ષિતરાજા કહે છે:-આ ગજેન્દ્રમોક્ષની કથા મને સંભળાવો.
શુકદેવજી ( Shukdevji ) રાજર્ષિને કહે છે:-રાજન! ત્રિકૂટ પર્વત ઉપર એક બળવાન હાથી રહેતો હતો. તે અનેક હાથણીઓનો પતિ
હતો. ઉનાળાના દિવસ હતા. બહુ ગરમી થતી હતી. ગજેન્દ્ર હાથણીઓ સાથે સરોવરમાં જલક્રીડા કરવા ગયો. હાથણીઓ અને
બચ્ચાંઓથી વીંટળાયેલો તે આનંદ વિહાર કરવા લાગ્યો. હાથી જળક્રીડામાં તન્મય છે, એમ જાણી મગરે આવી હાથીનો પગ
પકડયો છે. મગરના પંજામાંથી છૂટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. હાથી સ્થળચર અને મગર જળચર છે. એટલે હાથી જળમાં
દુર્બળ બને છે. મગર હાથીને છોડતો નથી. આ ગજેન્દ્રમોક્ષની કથા પ્રત્યેક ઘરમાં થાય છે. સંસાર એ જ સરોવર છે. જીવ એ જ ગજેન્દ્ર છે. કાળ એ જ મગર છે.
સંસારના વિષયોમાં આસક્ત થયેલ જીવને કાળનું પણ ભાન રહેતું નથી.
જીવમાત્ર ગજેન્દ્ર છે. હાથીની બુદ્ધિ જડ છે. બ્રહ્મચર્યનો ( celibacy ) ભંગ થાય એટલે બુદ્ધિ જડ થાય છે. હાથી અતિ કામી છે. સિંહ
વર્ષમાં એક વખત બ્રહ્મચર્યનો ભંગ કરે છે. તેથી સિંહનું બળ હાથી કરતાં ઓછું હોવા છતાં, સિંહ હાથીને મારી શકે છે. કામક્રીડા
કરનારની બુદ્ધિ જડ થાય છે.
આ જીવાત્મા ગજેન્દ્ર ત્રિકૂટાચલ પર્વતમાં રહે છે. ત્રિકૂટાચલ એ શરીર છે. બીજો અર્થ કામ, ક્રોધ, લોભ પણ થઇ શકે.
સંસાર એ સરોવર છે. સંસારમાં જીવ કામક્રીડા કરે છે સંસાર સરોવરમાં જીવાત્મા સ્ત્રી તથા બાળકો સાથે ક્રીડા કરે છે. જે
સંસારમાં જીવ રમે છે, તે સંસાર સરોવરમાં તેનો કાળ નક્કી કરવામાં આવ્યો હોય છે. સંસારસમુદ્રમાં જે કામસુખ ભોગવે છે તેને
મગર-કાળ પકડે છે. જે કામનો માર ખાય તેને કાળનો માર ખાવો જ પડે છે. મનુષ્ય કહે છે. હું કામને ભોગવું છું. પણ તે ખોટી
વાત છે. કામ મનુષ્યને ભોગવી તેને ક્ષીણ કરે છે. ભોગા ન ભુકતા વયમેય ભુક્તા:।
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૧૭
ઈન્દ્રિયો ત્યારે શાંત થાય કે જયારે તેને ભક્તિરસ મળે.
અનેક જન્મથી જીવને કાળ મારતો આવ્યો છે. મગર અને સર્પને કાળની ઉપમા આપવામાં આવી છે.
જે સંસાર સરોવરમાં મનુષ્ય કામક્રીડા કરે છે, ત્યાં જ કાળ રહે છે. જે સમયે જન્મ થાય તે સમયે મરણનો કાળ નક્કી
કરવામાં આવે છે. મગરે હાથીનો પગ પકડયો. કાળ આવે છે. પગને પહેલાં પકડે છે. પગની શક્તિ ક્ષીણ થાય ત્યારે માનજો કાળે
પકડયો છે. પગની શક્તિ એક્દમ ઓછી થઇ જાય એટલે સાવધાન થઈ જવું. હવે કાળ સમીપ છે. પરંતુ ગભરાશો નહિ. ભગવત
સ્મરણમાં લાગી જજો. કાળ જયારે પકડે ત્યારે કાળની પકડમાંથી સ્ત્રી છોડાવી શકે નહિ, પુત્ર છોડાવી શકે નહિ. જયારે કાળ
પકડશે ત્યારે કોઈ પ્રયત્ન કામ આવશે નહિ. તે હાથીને મગર જયારે ખેંચી જવા લાગ્યો ત્યારે હાથણીઓ, તેનાં બચ્ચાંઓ કે બીજા
હાથીઓ તેને બચાવી શકયા નહિ. મનુષ્યને જયારે કાળ પકડે છે ત્યારે તેને કોઇ બચાવી શક્તું નથી. પત્ની, પુત્રો, સગાંસ્નેહીઓ
કોઈ નહિ. કાળ પકડશે ત્યારે કાળની પકડમાંથી કોઈ છોડાવી શકશે નહિ. કાળના મુખમાંથી તે જ છૂટે કે જેને ભગવાનનાં દર્શન
થાય, કાળના પણ કાળ શ્રીકૃષ્ણનાં ( Shri Krishna ) દર્શન થાય. તો કાળનો નાશ થાય છે.
કાળના મુખમાંથી-મગરના મુખમાંથી શ્રી હરિનું સુદર્શન ચક્ર છોડાવી શકે છે.
મગરની પકડમાંથી છુટવા હાથીએ ઘણો પ્રયત્ન કર્યો. પણ કોઈ પ્રયત્ન કામમાં આવ્યો નહિ. હાથણીઓ, હાથીના
બચ્ચાંઓ પ્રયત્ન કરે પણ કોઈનો પ્રયત્ન કામમાં આવતો નથી. કાળ પકડે છે ત્યારે કોઈનો પ્રયત્ન કામમાં આવતો નથી.
એક માસ આ પ્રમાણે યુદ્ધ ચાલ્યું, મગર હાથીને ઊંડા જળમાં લઇ જાય છે. આ મરશે એવી ખાત્રી થઈ એટલે હાથણીઓ
હાથીનો ત્યાગ કરીને નાસી જાય છે. મનુષ્યના જન્મ પહેલાં તેનું કોઈ સગું ન હતું અને મર્યા પછી કોઈ સગાં રહેવાનાં નથી. પરંતુ
આ વચલા સમયમાં એને એકબીજા વિના ચેન પડતું નથી. પણ અંત સમયે આ બીજાં કામ આવતાં નથી. મનુષ્યે એવી ઇચ્છા
રાખવી જોઈએ કે મારી એવી સ્થિતિ થાય કે મને શ્રીકૃષ્ણ વિના ચેન પડે નહિ.
હવે આ મરશે એમ માની સર્વ ગજેન્દ્રને છોડીને ચાલ્યા જાય છે, ગજેન્દ્ર એકલો પડયો. એકલા પડે ત્યારે જ્ઞાન જાગ્રત
થાય છે. એકલો એટલે ખીસામાં પૈસા પણ નહિ. જીવ નિર્બળ બને છે એટલે ઈશ્વરને શરણે જાય છે. નિર્બલકે બલ રામ છે.
દ્રૌપદીએ ( Draupadi ) મોંઢાથી સાડીનો છેડો પકડેલો ત્યાં સુધી દ્વારકાનાથ ( Dwarkanath ) મદદે આવતા નથી. ઈશ્ર્વર પૂરો પ્રેમ માગે છે, ત્યારે જીવ ઈશ્વરને થોડો પ્રેમ આપે છે એટલે ઈશ્વર મદદ કરતા નથી.
ગજેન્દ્ર નિરાધાર થયો. તેને ખાત્રી થઈ કે હવે મારું કોઈ નથી. જીવ અતિશય તરફડે છે, વ્યાકુળ થાય છે ત્યારે તે
પરમાત્માને પોકારે છે.