પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat : તે પછી મંથન કરતાં કામધેનુ બહાર આવ્યાં છે. તેનું દાન બ્રાહ્મણોને ( Brahmins ) કરવામાં આવેલું, કામધેનુ ( Kamadhenu ) એ સંતોષનું પ્રતીક છે. તે બ્રાહ્મણને આપી. સંતોષ એ કામધેનુનું સ્વરૂપ છે. જેને આંગણે સંતોષરૂપી ગાય હોય એ બ્રાહ્મણ બ્રહ્મનિષ્ઠ છે. સંતોષ ન હોય તો મનુષ્ય પાપ કરે છે. બ્રાહ્મણનું જીવન અતિ સાત્ત્વિક હોવું જોઇએ. પહેલાં સંપત્તિ આવે તેનો ઉપયોગ પરોપકારમાં કરજો.
તે પછી ઉચ્ચૈ:શ્રવા નામનો ઘોડો નીકળ્યો છે. ઘોડો જોઈ, દૈત્યોનું મન લલચાય છે. ઉચ્ચૈ:શ્રવા દૈત્યોને આપ્યો. શ્રવ શબ્દમાંથી અર્થ નીકળે છે કીર્તિ. ઉચ્ચૈ:શ્રવા એ કીર્તિનું પ્રતીક છે. જે મનને પર્વત જેવું સ્થિર કરે છે તેને જગતમાં કીર્તિ મળશે–લક્ષ્મી ( Lakshmi ) મળશે. કીર્તિમાં મન ફસાય તેને અમૃત મળતું નથી. સાધનાની શરૂઆતમાં કીર્તિ મળે છે તેનાથી જે રીઝી જાય તેને પછી ભગવાન મળતા નથી. જેને બહુમાન મળે છે, તેના પુણ્યનો ક્ષય થાય છે. જીવને માનનો મોહ છૂટી જાય અને દીન બની પ્રાર્થના કરે છે તે જીવને ઈશ્ર્વર જેવો બનાવે છે. વિષ્ણુ સહસ્રનામમાં ( Vishnu Sahasranama ) ભગવાન અમાની માનદો કહ્યા છે. ભગવાન અમાની છે અને ભગવાન બધાને માન આપે છે. જેનું મન ઉચ્ચૈ:શ્રવામાં એટલે કે કીર્તિના મોહમાં ફસાય તેને અમૃત મળતું નથી. ઉચ્ચૈ:શ્રવા દૈત્યોએ લીધો એટલે અમૃત તેઓને મળતું નથી. કસોટી કર્યા વગર પરમાત્મા કૃપા કરતા નથી. જે કીર્તિ અને પ્રસિદ્ધિમાં ફસાય તેને અમૃત મળતું નથી.
ફરીથી સમુદ્રમંથન ( ocean churning ) કર્યું. ઐરાવત હાથી નીક્ળ્યો, દૈત્યોને લાગ્યું ઘોડો લેવામાં ભૂલ કરી છે.
હાથી એ સૂક્ષ્મ દૃષ્ટિનું પ્રતીક છે. હાથીની આંખ સૂક્ષ્મ હોય છે. દેવપક્ષને હાથી આપ્યો. સ્થૂળદૃષ્ટિ એ દેહદૃષ્ટિ છે.
સૂક્ષ્મદૃષ્ટિ એ આત્મદૃષ્ટિ છે. સૂક્ષ્મદૃષ્ટિ રાખનારને અમૃત મળે છે. સૂક્ષ્મદૃષ્ટિ રાખનારને કામ ત્રાસ આપી શકતો નથી. ફરીથી
સમુદ્રમંથન કરવા લાગ્યા. અપ્સરાઓ નીકળી છે. દૈત્યોને દેવોએ કહ્યું આના પછી જે નીકળશે તે અમે લઈશું. પારિજાત અને
અપ્સરાઓ બન્ને દેવપક્ષમાં આવ્યા છે.
ફરીથી મંથન શરૂ કર્યું. સાક્ષાત્ લક્ષ્મીજી પ્રગટ થયાં. આ સાક્ષાત્ જગદંબા છે. મહામાયા છે. દૈત્યોને લાગ્યું આ અમને
મળે તો સારું. મને મળે એવી ઈચ્છા હોય તેને લક્ષ્મીજી મળતાં નથી.
લક્ષ્મીજીને સિંહાસન ઉપર પધરાવ્યા. દુનિયામાં પણ લક્ષ્મીવાળાને બધા માન આપે છે. લક્ષ્મીજી વિચારે છે. કોને
વિજયમાળા અર્પણ કરું? સર્વગુણસંપન્ન પુરુષના ગળામાં વિજયમાળા પહેરાવવા લક્ષ્મીજી નીકળ્યાં છે.
ઋષિઓનાં મંડપમાં દેવી લવાયાં. આ ઋષિઓ જ્ઞાની છે. તપસ્વી છે. પણ ક્રોધી બહુ છે. કેવળ તપ કરવાથી કાંઇ ફળ
મળતું નથી. તપને ભક્તિનો સાથ હોવો જોઈએ, તપ કરવાથી શક્તિ વધે એટલે ક્રોધ આવે છે. તપશ્ર્ચર્યા અને જ્ઞાનથી શક્તિ
વધે છે એટલે તે જીરવાતી નથી. પણ જ્ઞાનને ભક્તિનો સાથ હોય તો સારું. ભક્તિ દીનતાના સિંહાસન ઉપર બિરાજે. લક્ષ્મીજી
કહે છે મારું મન માનતું નથી. આગળ ચાલો, આગળ ચાલતા દેવો બેઠા છે. દેવો ક્રોધી નથી પણ અતિશય કામી છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૨
શાસ્ત્રમાં ક્રોધનો રંગ લાલ. લોભનો પીળો અને કામનો રંગ કાળો બતાવ્યો છે.
દેવો મહાપુરુષ છે પણ કામી છે, તું આગળ ચાલ, આગળ પરશુરામજી બેઠા હતા. છે તો જિતેન્દ્રિય, કામી નથી, ક્રોધી
નથી પણ તે નિષ્ઠૂર છે. ક્ષત્રિયના નાનાં નાનાં બાળકોને તે મારે છે. આ નિષ્ઠૂર છે. મને ગમતા નથી. આગળ માર્કણ્ડેય ઋષિ
બેઠા હતા. સુંદર છે. લાંબા આયુષ્યવાળા છે પણ ઋષિ સભામાં તેઓ આંખ બંધ કરી બેઠા છે. લક્ષ્મીજીને જોતા નથી, લક્ષ્મીજીએ
વિચાર્યું આ મહાત્મા તો બીલકુલ મારી સામું જોતા નથી. વરમાળા પહેરાવીશ તો પણ અનાસકત છે, તેથી મારી સામે જોશે નહીં.
માર્કણ્ડેય કહે છે:-તું શાની રૂપાળી? તારા કરતાં મારો કનૈયો સુંદર છે. જયાં સુધી તને મારો કનૈયો ન અપનાવે ત્યાં
સુંધી હું તારાં દર્શન કરવાનો નથી. મને જરાય લક્ષ્મીનો મોહ નથી. લક્ષ્મીનો મોહ છૂટે છે, ત્યારે પ્રભુ ભજનની શરૂઆત થાય છે.
તુકારામની ગરીબ સ્થિતિ જોઈ શિવાજી મહારાજે તુકારામને માટે સોનામોહરથી ભરેલો થાળ મોકલાવ્યો. સેવકો
સોનામહોરથી ભરેલો થાળ તુકારામ પાસે લાવ્યા. ત્યારે તુકારામ મહારાજે કહ્યું. કે પહેલાં હું લક્ષ્મીજીની પાછળ પડેલો ત્યારે, તેણે
મને દર્શન આપ્યા નહિ, હવે જ્યારે ચિત્ત ભગવાનની પાછળ લાગેલું છે ત્યારે તે મને વિઘ્ન કરવા આવી છે અને મારી પાછળ પડી
છે. એમ કહી તેઓએ સોનામહોરનો સ્વીકાર ન કર્યો. થાળ પાછો મોકલાવ્યો.
આખો દિવસ ભજન કરનારા અને બિલકુલ ઉદ્યમ ન કરનારને પણ લક્ષ્મીજી મળતાં નથી.
આગળ ભગવાન શંકર બિરાજતા હતા. સખીઓ સાથે લક્ષ્મીજી ત્યાં આવ્યાં. કામી નથી, ક્રોધી નથી. લક્ષ્મીજી શંકરને
નિહાળે છે. વેશ જરા અમંગળ છે. શિવજીનો સ્વભાવ મંગળ છે. પણ વેશ અમંગળ છે. ચેષ્ટાઓ ભયાનક છે. વળી તે ભોળા છે.
શિવજી પાસે નારાયણ ભગવાન બિરાજતા હતા. લક્ષ્મીજીએ નિર્ણય કર્યો. અતિ ઉત્તમ છે. લક્ષ્મીજી તે,નારાયણને વરે
છે.