પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: ગૃહસ્થાશ્રમ ( homestead ) તો જે લોકો યોગ સાધના કરી શકતા નથી, તેમને પણ યોગનું ફળ આપવાવાળો છે.
ગૃહસ્થાશ્રમમાં કામસુખ ગૌણ છે, ધર્મ મુખ્ય છે. ગૃહસ્થાશ્રમમાં લગ્ન વિલાસ માટે નહિ. કામવિનાશ માટે છે.
સત્સંગથી ( satsang ) ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે, તે આનંદ ગૃહસ્થને ઘરમાં મળી શકે છે.
પણ પતિપત્ની એકાંતમાં બેસી શ્રીકૃષ્ણકીર્તન ( Sri Krishna Kirtan ) કરવું જોઇએ.
શાસ્ત્રમાં ગૃહસ્થાશ્રમના વખાણ ખૂબ કર્યા છે. નિંદા કરી છે કામવાસનાની. ગૃહસ્થાશ્રમ માં રહેલાં સ્ત્રી-પુરુષ નહીં.
પણ તેનામાં રહેલી કામવાસના ની નિંદા કરી છે.
ઈશ્વર સાથે રમનાર યોગી શ્રેષ્ઠ કે ઈશ્વરને ગોદમાં રમાડનાર ગૃહસ્થાશ્રમી શ્રેષ્ઠ? યોગી પરમાત્મા સાથે રમે છે તે શ્રેષ્ઠ
છે, પણ આ ગૃહસ્થાશ્રમી પણ સાધારણ નથી.
ગૃહસ્થાશ્રમ બગડે છે કુસંગથી. ગૃહસ્થાશ્રમનું લક્ષ્ય બરાબર ન સમજવાથી ગૃહસ્થાશ્રમ બગડે છે.
કશ્યપ-અદિતિનો ( Kasyapa-Aditi ) ગૃહસ્થાશ્રમ દિવ્ય હતો. પવિત્ર જીવન ગાળી તપશ્ચર્યા કરતા હતાં. તેથી પ્રભુને થયું કે હું એમના ઘરે
જન્મ લઉં. કોઈ અદિતિના જેવું પયોવ્રત કરે અને પતિ કશ્યપ બને તો આજે પણ ભગવાન તેને ત્યાં જન્મ લેવા તૈયાર છે. અદિતિ
એટલે અભેદબુદ્ધિ-બ્રહ્માકારવૃત્તિ. બ્રહ્માકારવૃત્તિમાંથી બ્રહ્મ પ્રગટ થાય છે. જેની મનોવૃત્તિ બ્રહ્માકાર બની છે, તે સ્ત્રી જો અદિતિ બને અને પુરુષ જો કશ્યપ બને, તો તેને ઘરે ભગવાન અવતાર લે છે.
યોગીઓ બ્રહ્મચિંતન કરતા બ્રહ્મમય થઈ શકે છે. પરંતુ પવિત્ર ગૃહસ્થાશ્રમી ભગવાનને પુત્રરૂપે પ્રાપ્ત કરી શકે છે.
પવિત્ર ગૃહસ્થાશ્રમી ઇશ્વરને પુત્રરૂપે મેળવી તેને રમાડી શકે છે. પણ તે ત્યારે કે પુરુષ કશ્યપ બને અને સ્ત્રી અદિતિ
બને.
દેહદૃષ્ટિ હશે ત્યાં સુધી કામ તમારી પાછળ છે. કામનો વિનાશ કરવો હોય તો દેહદ્દષ્ટિ રાખવાને બદલે દેવદૃષ્ટિ રાખો.
શંકરાચાર્યે શતશ્લોકીમાં કહ્યું છે. લોકો ચામડીની મિમાંસા કરે છે-પણ આ દેહ જેનાથી સુંદર લાગે છે-તે આત્માની
મિમાંસા કોઇ કરતું નથી.
જગત બગડયું નથી. મનુષ્યની આંખ-મન-બુદ્ધિ બગડયાં છે. મનુષ્ય પોતાના કાળજા ને આંખ-મન-બુદ્ધિને સુધારશે
તો, જગત સુધરી જશે. કોઇને પણ ભોગદ્રષ્ટિથી જોશો નહિ, પરંતુ ભગવત દ્રષ્ટિથી જોજો. દ્રષ્ટિ સુધરશે તો સૃષ્ટિ સુધરશે.
ભાગવત આંખ આપે છે, દૃષ્ટિ આપે છે. કોઈનો બાહ્યાકાર જોશો નહિ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૬
એક વખત જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર મુનિ પધાર્યા. તેમના આંઠ અંગ વાંકાં જોઈ બધા હસવા લાગ્યા. અષ્ટાવક્ર
પણ તેથી હસવા લાગ્યા.
જનકરાજા તેમને પૂછે છે:-અમે સર્વ તો તમારાં વાંકા અંગ જોઈને હસીએ છીએ પરંતુ તમે શા માટે હસો છો?
અષ્ટાવક્ર બોલ્યા:-મેં માન્યું હતું કે જનકરાજાના દરબારમાં બધા જ્ઞાનીઓ બિરાજે છે, પરંતુ અહીં
તો બધા ચમાર ભેગા થયા છે. આ તો ચમાર લોકોની સભા છે.
તમે સર્વ મારા શરીરને શું જુઓ છો? આ શરીરમાં શું સારું છે? તે મળ મૂત્રથી ભરેલું છે. પરંતુ મારા શરીરમાં રહેલા
આત્માને જુઓ. હું પવિત્ર બ્રાહ્મણ છું. તમે આકૃતિ જોઈને હસો છો. પરંતુ મનુષ્યની કૃતિને જોવી જોઈએ. આકૃતિ પૂર્વ જન્મના
પ્રારબ્ધથી મળે છે. માટે મારી કૃતિ જુઓ. પરમાત્મા કૃતિ જુએ છે, મનુષ્ય આકૃતિ જુએ છે.
જ્ઞાની પુરુષો અનેકમાં એકને નિહાળે છે. સર્વમાં એકને નિહાળે છે.
દિતિ એટલે ભેદબુદ્ધિ, અદિતિ એટલે અભેદબુદ્ધિ. બ્રહ્માકારવૃત્તિ. દિતિ-ભેદ બુદ્ધિમાંથી રાક્ષસનો જન્મ થાય છે.
હિરણ્યાક્ષ-હિરણ્યકશિપુની જેમ અદિતિ-અભેદ બુદ્ધિમાંથી ભગવાન વામન જન્મે છે.
જગતને ભેદભાવથી જોશો નહિ. જગતને અભેદભાવથી જોવાનું છે. જેની બુદ્ધિમાં ભેદ તેના મનમાં પણ ભેદ આવે છે.
ભેદ વિકારવાસનાને ઉત્પન્ન કરે છે. જ્ઞાનીઓ અભેદભાવને જુએ છે. અનેકમાં એકનો અનુભવ કરવો એ જ જ્ઞાન.
આકાર એ કીમતી વસ્તુ નથી. સોનું એ કીમતી વસ્તુ છે. કિંમત સોનાની છે, આકારની નહિ.
એક મહાત્મા ( Mahatma ) પાસે સોનાના ગણપતિ અને સોનાનો ઉંદર હતો. શરીર વૃદ્ધ થયું. મૂર્તિ માટે આ ચેલાઓ ઝગડો કરશે.
તેથી મહાત્માએ વિચાર્યું આ મૂર્તિઓ વેચી, ભંડારો કરીશ. મૂર્તિઓ વેચવા લઇ ગયા. ગણપતિની મૂર્તિ દશ તોલાની થઈ. ઉંદરની
મૂર્તિ અગીયાર તોલાની થઈ. સોનીએ કહ્યું, ગણપતિની ( Ganapati ) કીમત એક હજાર રૂપિયા અને ઉંદરની ૧૧૦૦ રૂપિયા. મહાત્મા કહે
ગણપતિ તો દેવ છે. તેની કિંમત ઓછી કેમ આપે છે? સોની કહે, હું તો સોનાની કિંમત આપુ છુ, દેવની નહિ.