પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
Bhagavat: પ્રભુએ લીલા કરી. એક સુંદર બગીચો દેખાયો. અતિ સુંદર સ્ત્રી હાથમાં દડો લઈ રમતી હતી. શિવજી ( Shivji ) નિહાળે છે. સાથે પાર્વતીજી આવ્યાં છે તે પણ ભૂલી ગયા.
ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા. જ્ઞાનગંગા માથે રાખે અને ધર્મ ઉપર સવારી કરે, તેને કામ શું અસર કરી શકે? પણ શિવજીએ બતાવ્યું કે ભગવાનની માયાથી શંકર પણ મોહિત થયા. ભગવાનની માયાને કળવી બહુ મુશ્કેલ છે. ગીતાજીમાં ( Bhagwad Gita ) કહયું છે:-
દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।
મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ।।
મારી આ ગુણમયી માયાને તરવી બહુ મુશ્કેલ છે. પરંતુ જે મારે શરણે આવે છે. તે વિના પ્રયાસે આ માયાને તરી જાય છે.
શિવજી દેહભાન ભૂલ્યા છે. દર્શન કરનારો દેહભાન ભૂલી જાય.
શિવજીએ વિચાર્યું:-દર્શનમાં આટલો આનંદ આવે છે, તો મિલનમાં કેટલો આનંદ આવશે? અદ્વૈતમાં જ આનંદ છે.
શિવજી મિલન માટે આતુર થયા. શિવજી દોડવા લાગ્યા. જેવા પ્રેમથી ભેટયા કે ચતુર્ભુજ નારાયણ ( Chaturbhuj Narayan ) પ્રગટ થયા.
ચતુર્ભુજ નારાયણકી જય
હરિહરનું મિલન થયું. હરિહર તત્ત્વ એક જ છે. પછી શિવજી કૈલાસમાં આવ્યા. ઋષિઓને બોધ આપ્યો. શ્રીકૃષ્ણની ( Shri Krishna )
માયા સર્વને નચાવે છે. મન ઉપર વિશ્વાસ ન રાખો. આ માયા કયારે ખાડામાં ફેંકશે તે કહેવાય નહીં. જિતેન્દ્રિય છું, એવી ઠસક
રાખશો નહીં મનમાં વિષયો સૂક્ષ્મ રીતે બેઠા છે. તેને તક મળતાં પ્રગટ થશે. માયાનો પડદો દૂર કરવા મનને કૃષ્ણાકાર કરો. મોટા
મોટા ઋષિઓ ભૂલા પડયા છે. ત્યારે કળીયુગનો માણસ તો કામનો કીડો છે. તેણે વધારે સાવધ રહેવાની જરૂર છે.
શિવજી મનુષ્યોને સમજાવે છે કે હરિસ્મરણ અને હરિકીર્તન મનુષ્યોને મોહિનીના મોહમાંથી બચાવે છે.
પછી સાતમા મન્વન્તરમાં શ્રાદ્ધદેવ ( Shraddev ) નામે મનુ થયેલા. તેમના વખતમાં કશ્યપ અને અદિતિને ત્યાં ભગવાન વામનરૂપે
અવતરેલા.
પરીક્ષિત રાજા કહે:-સપ્તમમન્વન્તરની વામન ભગવાનની કથા મારે સાંભળવી છે. મને વામન ભગવાનનું ચરિત્ર
સંભળાવો.
શુકદેવજી ( Shukdevji ) વર્ણન કરે છે. રાજન! દેવ-દૈત્યોનું યુદ્ધ થયા પછી. દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા. શુક્રાચાર્યની સેવાથી
દૈત્યોનું બળ વધવા લાગ્યું. ઈન્દ્રથી હારેલો બલિરાજા બ્રાહ્મણોની સેવા કરી ફરીથી પુષ્ટ થયો. શુક્રાચાર્યે બલીને કહ્યું કે તું
વિશ્વજીત યજ્ઞ કર. વિશ્વજીત યજ્ઞ કરવામાં આવ્યો. તે યજ્ઞમાંથી સર્વજિત રથ નીકળ્યો.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૨૫
જે શુક્રની સેવા કરે છે તે બલિ બને છે. શુક્ર-શક્તિતત્ત્વ, તેના આધારે આ શરીર બન્યું. બ્રહ્મચર્યની સેવા કરો તો બલિ
થશો. શુક્રાચાર્ય એટલે સંયમ. બ્રહ્મચર્યની સેવા કરવાથી, સંયમ-બ્રહ્મચર્ય પાળવાથી દૈત્યો બલિ-બળવાન થયા.
સર્વ વિષયોનો યજ્ઞમાં હોમ કર્યો. સંયમરૂપી અગ્નિમાં સર્વ વિષયોના હોમ કરી બલિ જિતેન્દ્રિય બન્યા, અને બળવાન
થયેલા બલિને શુક્રાચાર્યે પોતાનું બ્રહ્મતેજ આપ્યું. બલિરાજાએ દેવોનો પરાભવ કર્યો, અને સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું. સ્વર્ગનું
રાજ્ય મળ્યા પછી બલિને સ્વર્ગના રાજ્ય ઉપર બેસાડયો. શુક્રાચાર્ય વિચાર કરે છે કે બલિ સો અશ્વમેધ યજ્ઞ કરે તો સ્વર્ગનું રાજ્ય
કાયમને માટે મળે. યજ્ઞ કરવા ભૃગુકચ્છ (હાલનું ભરૂચ) તીર્થમાં બલિરાજા આવ્યા અને અશ્વમેધ યજ્ઞ ર્ક્યો.
બલિએ સ્વર્ગ જીતી લીધું એટલે દેવો ગભરાયા. નાસી ગયા. પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે આવ્યા. બૃહસ્પતિએ કહ્યું
બલિ જ્યારે ભૃગુવંશી બ્રહ્મણોનું અપમાન કરશે, ત્યારે તે નાશ પામશે.
આ બાજુ દેવોની માતા અદિતિને બહુ દુ:ખ થયું. સંતાપ કરવા લાગ્યાં. કશ્યપ ઋષિએ સંતાપનું કારણ પૂછ્યું. અદિતિએ
સર્વ વાત કહી. અદિતિએ કશ્યપની બહુ સેવા કરી. કશ્યપ પાસે માંગ્યુ, મારા છોકરાઓને સ્વર્ગનું રાજ્ય પાછું મળે તેવું વરદાન
આપો. કશ્યપ કહે છે, દૈત્યો બ્રહ્મચર્ય પાળે છે, ધર્મનું બખ્તર પહેરે છે. જેને માથે નીતિનું છત્ર છે, તેને કોણ મારી શકે? કોઇ મારી
શકે નહિ, જીવ પાપ કરે ત્યારે, ભગવાન જીવને મારે છે. ભગવાન નહિ પણ પોતાનું પાપ મનુષ્યને મારે છે. દૈત્યો હાલમાં પવિત્ર
જીવન જીવે છે માટે તેમને પ્રભુ મારે નહિ. માટે શક્તિથી નહિ, પણ યુક્તિથી ભગવાન દેવોને સુખી કરશે. એટલે વામનચરિત્રમાં યુદ્ધની કથા નથી. ભગવાન પણ બલિને મારતા નથી.
દેવી, તમે પયોવ્રત નામનું વ્રત કરો, આ વ્રત ફાગણ મહિનામાં કરવાનું. વિધિપૂર્વક વ્રત કરો, તો પરમાત્મા તમારા ઘરે પુત્રરૂપે આવશે.
અદિતિ અને કશ્યપનો ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ હતો. સર્વ આશ્રમોમાં ગૃહસ્થાશ્રમ શ્રેષ્ઠ છે. ઘરમાં (ગૃહસ્થાશ્રમમાં) ગૃહસ્થીઓને-જો કે તેઓ યોગાભ્યાસ કરતા નથી તેમ છતાં, યોગનું ફળ મળી શકે છે.
યત્ર યોગો હ્રયયોગિનામ્।।