પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: બાણ એ વિવેકનું સ્વરૂપ છે. વિવેક એ બાણ છે. ધનુષ્યબાણને હંમેશા સજ્જ રાખજો, કારણ કે રાક્ષસરૂપી કામ કયારે
વિઘ્ન કરવા આવશે, તે કહી શકાય નહિ. રાક્ષસો તમારી પીઠ પાછળ પડયા છે, તમને મારવા આવ્યા છે પરંતુ ( Ram ) રામની જેમ
ધનુષ્યબાણને સજ્જ રાખજો. જ્ઞાન-વિવેકને સતેજ રાખશો તો રાક્ષસો વિઘ્ન કરી શકશે નહિ. ધનુષ્યબાણ સજ્જ રાખશો તો રાક્ષસો
મરશે. રાક્ષસો હજી જીવતા છે. અને ફરે છે. જેની આંખમાં પાપ છે, તે રાક્ષસો છે, રાક્ષસો જીવ માત્રની પાછળ છે. કામ, લોભ,
મોહ વગેરે રાક્ષસો છે. તે જીવમાત્રને મારે છે. પ્રતિક્ષણે સાવધાન રહે, તેને રાક્ષસ મારી શકે નહીં.
રામનું સ્વરૂપ અદ્ભુત છે. સુર્પણખા ( Surpanakha ) રાક્ષસી હતી, તોય રામને જોતાં તેને ઈચ્છા થઈ કે આ મારા પતિ બને. આપણાં હ્રદય રાક્ષસો કરતાં કઠોર બન્યાં છે કે, રામને પતિ બનાવવાની ઈચ્છા થતી નથી.
શ્રીધરસ્વામીએ ( Sridharaswamy ) રામવિજય લીલા કથામાં કહ્યું છે. યજ્ઞના ચારેય દરવાજે પહેરો ભરતાં રામ-લક્ષ્મણે ( Ram-Lakshman ) એટલાં રૂપ ધરેલાં કે રાક્ષસો જે દરવાજે જાય, ત્યાં તેઓને રામ-લક્ષ્મણ દેખાય. વિશ્વામિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે, પણ નિહાળે છે રામલક્ષ્મણને. યજ્ઞ કરવા બેઠા છે અને નજર રામચંદ્રજી ઉપર છે. શ્રુતિ વર્ણન કરે છે અગ્નિ એ ઠાકોરજીનું ( Thakorji ) મુખ છે. અગ્નિમુખથી પરમાત્મા આરોગે છે. અગ્નિની જવાળા એ ઠાકોરજીની જીભ છે. બ્રાહ્મણો વેદ મંત્રોના ઉચ્ચાર કરી અગ્નિમાં આહુતિ આપે છે. વિશ્વામિત્ર રામલક્ષ્મણમાં દ્દષ્ટિ સ્થિર રાખી રામલક્ષ્મણનાં દર્શન કરતાં કરતાં યજ્ઞ કરે છે. મનનો મેલ કાઢવા યજ્ઞકાર્ય કરવાનાં હોય છે. યજ્ઞ, સ્વાધ્યાય, તપ, ધ્યાનનું ફળ છે મનશુદ્ધિ, અને મનશુદ્ધિનું ફળ છે પરમાત્માનાં દર્શન. વિશ્વામિત્ર વિચારે છે, યજ્ઞનું ફળ તો મારે
દ્વારે છે. પરમાત્મા મારે દ્વાર ઊભા છે અને હું અત્રે ધુમાડો ખાઉં છું.
વિશ્વામિત્રે યજ્ઞનો આરંભ કર્યો. રાક્ષસોને ખબર પડી. રાક્ષસો વિધ્ન કરવા આવ્યા. વાંરવાર રામજીનાં દર્શન કરતા
મારીચનો સ્વભાવ બદલાય છે. જેના દર્શનથી સ્વભાવ બદલાય એ ઈશ્વર. મારીચ વિચારે છે કે હું વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન
કરું એ યોગ્ય નથી. મારીચ પ્રતીક્ષા કરે છે. આજે કેમ મારા મનમાં દયા આવે છે? આ બાળકોને જોઇ બુદ્ધિ બદલાય છે. આજે
મારું મન મારા હાથમાં રહેતું નથી. આ બાળકોને મળવાની ઈચ્છા થાય છે. મારીચ રાક્ષસ હતો પણ રામનાં દર્શન કરતાં તેની
બુદ્ધિ સુધરી. લોકો રામનાં દર્શન કરવા જાય છે. પણ રામજીનાં દર્શન કર્યા પછી તેઓની બુદ્ધિ સુધરતી નથી. રામનાં દર્શન કર્યા
પછી બુદ્ધિ ન સુધરે તો માનવું કે હું રાક્ષસ કરતાં પણ અધમ છું. લોકો રોજ રામાયણ વાંચે, રોજ દેવ દર્શન કરે, છતાં જીવનમાં જો
સરળતા અને સંયમ ન આવે તો તે મારીચ કરતાં પણ ગયા.
રામ એ પરમાત્મા છે. તેનાં પ્રત્યક્ષ દર્શન કરતાં મારીચની બુદ્ધિ બદલાય,તેમાં શું આશ્ર્ચર્ય? પરંતુ રામજીનું નકલી
સ્વરૂપ ધારણ કરતાં, નકલી રામનું ચિંતન કરતાં રાવણનો કામ મરે છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૫૮
રામજીને યાદ કરીએ એટલે આખું જગત માતૃવત દેખાય છે.
એકનાથ મહારાજે લખ્યું કે રામ-રાવણ યુદ્ધ થતું હતું ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. જ્યારે કુંભકર્ણને જગાડવામાં આવ્યો,
ત્યારે તેણે પૂછ્યું. મને કેમ જગાડયો?
રાવણ:-જાનકી માટે યુદ્ધ થાય છે. એટલે જગાડયો.
કુંભકર્ણ પૂછે છે:-તારી ઇચ્છા પૂરી થઈ?
રાવણ કહે:- ના.
કુંભકર્ણ રાવણને કહે છેઃ-તું માયાવી રૂપ ધારણ કરી, રામનું રૂપ ધારણ કરી, સીતાજી પાસે જા. તે રામ આવ્યા છે તેમ
માનશે. તે છેતરાઇ જશે અને તને વશ થશે.
રાવણ ( Ravan ) કહે:- આ રામમાં કાંઈ જાદુ જેવું લાગે છે. હું રામનું સ્વરૂપ ધરવા જ્યાં તેમના સ્વરુપનું ચિંતન કરું છું, ત્યાં મારું
મન બદલાય છે. રાક્ષસોને જે સ્વરૂપ ધારણ કરવું હોય તે સ્વરૂપનું ચિંતન કરવું પડે છે. જ્યારે હું માયાવી રીતે રામનું રૂપ ધારણ
કરું છું, ત્યારે સીતાજી મને માતારૂપે દેખાય છે. વધુ તને શું કહું, કે મારા મનમાં કામ પણ રહેતો નથી.
કુંભકર્ણ બોલ્યો:- રામનું માયાવી રૂપ ધારણ કરવાથી તારો કામ મરે છે. જેના નકલી રૂપનો આટલો પ્રભાવ હોય તેના
અસલી સ્વરૂપનો કેટલો પ્રભાવ હશે? માટે જરૂર રામ એ ઈશ્વર છે. તું અતિશય કામી હોવા છતાં રામના સ્મરણથી તું નિષ્કામ બને
છે, તેથી રામ એ ઇશ્વર છે. તેવા રામ સાથે તું વેર ન કર. દેવાધિદેવ ઇશ્વર સાથે વેર કરનારો તું મૂર્ખ છે. હું તને મદદ નહિ કરું.
વિભીષણની જેમ રામજીના ચરણનો હું આશ્રય કરીશ. ત્યારે રાવણે જવાબ આપ્યો રામ સાથે મારી વિરોધ ભક્તિ છે. એકલો હું
ભજન કરું તો મારા એકલાનું કલ્યાણ થાય. પણ વિરોધ કરું તો મારા સમગ્ર વંશનું કલ્યાણ થાય. આ રાક્ષસો તામસી છે. તેઓ
ધ્યાન, જપ, તપ કરી શકશે નહિ. રામજી સાથે વેર થશે. યુદ્ધ થશે તો તેઓને રામનાં દર્શન થશે. અને તેઓ રામનાં દર્શન કરશે તો
તેમનું કલ્યાણ થશે. આપણા વંશનું કલ્યાણ કરવા, મેં રામ સાથે વેર કર્યું છે.