પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે
Bhagavat: ભરત એ વૈરાગ્યનું સ્વરૂપ છે. શત્રુઘ્ન એ સદ્ વિચાર છે. આ બંને દશરથ પાસે હોય તો દશરથ ( Dashrath ) કૈકેયીને ( Kaikeyi ) આધીન ન થાય. આ બંને દશરથથી દૂર થાય તો દશરથ કૈકેયીને વશ થાય.
સર્વ પ્રકારે અનુકૂળતા હોવા છતાં, જેનું મન કોઈ વિષયોમાં જતું નથી તે વૈરાગ્ય, ભરતનો વૈરાગ્ય દિવ્ય છે.
સંપત્તિ મળે તો પણ સંપત્તિમાં મોહ ન થાય એ જ વૈરાગ્યનું સ્વરૂપ
ખાવાનું ન મળે અને ઉપવાસ કરે તેનું મહત્ત્વ નથી. પણ ખૂબ મળ્યું હોય તેમ છતાં જે સંયમ રાખે તે વૈરાગી.
ઉપવાસનો અર્થ છે, ઈશ્ર્વરનાં ચરણમાં વાસ. જેને ઈશ્વરના ચરણમાં વાસ કરવો છે તેણે દેહધર્મનું-ભૂખતરસનું ભાન
ભૂલવું પડશે. ભૂખતરસનું ભાન ભૂલાય તો ઇશ્વરનાં ચરણમાં વાસ થાય.ભરતજીને ચોવીસ કલાક સાથે રાખજો. ( Bharat ) ભરતજીને-
વૈરાગ્યને સાથે ન રાખે એ કૈકેયીને આધીન થાય છે. કુબુદ્ધિને આધીન થાય છે.
કૌશલ્યા ( Kaushalya ) એ નિષ્કામ બુદ્ધિ છે. સુમિત્રા એ શ્રદ્ધા છે, કૈકેયી એ કુબુદ્ધિ છે.
કૈકેયીનો ક્રોધ ઉતરતો નથી. ત્યારે દશરથજી કહે છે, તારે માંગવું હોય તે માંગ. હું તારે આધીન છું. કૈકેયી, મેં મારા
રામજીના ( Ram ) સોગન કોઈ દિવસ લીધા નથી. હું આજે રામના સોગન લઇ કહું છું, તું જે માંગશે તે આપીશ.
દશરથ રામના સોગનમાં બંધાયા એટલે કૈકેયી બોલી, મારાં બે વરદાન અનામત છે. તે આજે માંગવા છે.
દશરથ:-કૈકેયી, બેને બદલે ચાર વરદાન માંગ. કૈકેયી:-માગ્યા પછી ના પાડો તો?
દશરથ ત્યારે કહે છે:-રઘુ કુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરૂ વચન ન જાઈ. તું માંગ, માંગ, મારું વચન મિથ્યા નહિ
થાય.
કૈકેયી જાણે છે આવતી કાલે રામ વનમાં જવાના છે. હું શી રીતે શણગાર કરું? મારો રામ રાવણને મારે તે પછી ગાદી
ઉપર બેસે તો તેમાં તેની શોભા છે.
સ્વાર્થ અને લોભમાંથી ઝગડો થાય છે. વનવાસ વગર જીવનમાં સુવાસ આવશે નહિ. તપશ્ર્ચર્યા વગર જીવનમાં સુવાસ
આવતી નથી. રામજી યુવાવસ્થામાં વનમાં ગયા હતા.
રાવણ ( Ravan ) એ કામ છે. તે સર્વને રડાવનારો છે. સર્વને રડાવે છે તે રાવણ. રાવણ (કામ) જીવમાત્રને રડાવે છે. તેવા રાવણને
મારવા તપશ્ર્ચર્યા મારફત જીવનમાં સાત્ત્વિકતા પ્રાપ્ત કરવી જોઈએ. તેથી કૈકેયીમાં કુબુદ્ધિની પ્રેરણા કરાવી, રામ વનવાસ લે છે.
કૈકેયીએ માંગ્યું:-ભરતનો રાજ્યભિષેક થાય.
મંથરાએ કૈકેયીને કહી રાખ્યું હતું કે પહેલો રામનો વનવાસ માંગશે તો રાજાને મૂર્છા આવશે. કદાચ રાજાના મૃત્યુને
કારણે, બીજું વરદાન માંગવાનું રહી જશે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૨૬૬
દશરથ કહે:-તારી ઇચ્છા હોય તો તારી ઈચ્છાનુસાર ભરતનો રાજ્યાભિષેક કરીશું. કૈકેયી! તું બીજુ વરદાન માંગ.
કૈકેયીએ માંગ્યું:- તાપસ વેષ વિસેષિ ઉદાસી । ચોદહ બરિસ રામુ બનબાસી ।
બીજું વરદાન સાંભળી દશરથજી નિસ્તેજ થયા, મૂર્છા આવી. મૂર્છામાં સીતારામ, સીતારામ બોલતા હતા. ભાન આવ્યું
ત્યારે દશરથજી કહેવા લાગ્યાં-કૈકેયી તેં બીજું વરદાન યોગ્ય માગ્યું નથી તું મારા રામને વનમાં કેમ મોકલે છે? તેણે તારો શું
અપરાધ કર્યો છે? રામ જેવા બાળકને હું વનમાં કેવી રીતે મોકલું? તું મારા રામને મારી આંખથી દૂર કરીશ નહિ. રામ વગર હું જીવી
શકીશ નહીં.
જિએ મીન બરુ બારી બિહીના । મનિ બિનુ ફનિકુ જિએ દુ:ખ દીના ।।
કહઉં સુભાઉ ન છલુ મન માહીં । જીવનુ મોર રામ બિનુ નાહીં ।
પાણી વિના માછલી કદાચ ભલે જીવી શકે, મણિ વિના સર્પ દુ:ખથી દીન થઈ ભલે જીવી શકે. પરંતુ હું કપટ રાખ્યા
સિવાય મારા સ્વભાવથી કહું છું કે રામ વિના મારું જીવવું શક્ય જ નથી. મારું જીવન રામના દર્શનને આધીન છે.
હવે હું વધારે જીવવાનો નથી. લોકો તને અને મને શું કહેશે? કૈકેયી, ભરતનો રાજ્યાભિષેક કરીશ, પણ રામને
અયોધ્યામાં ( Ayodhya ) રાખજે. કૈકેયી, મેં તને પૂછ્યા વગર રાજયાભિષેકની તૈયારી કરી એટલે તું ગુસ્સે થઈ લાગે છે. પણ કૌશલ્યાએ મને
કાંઇ કહ્યું નથી.
કૈકેયી કહે:-કૌશલ્યા કેવી છે રામજી કેવા તે હું જાણુ છું. વચન નહિ પાળો, તો તમારે નરકમાં જવું પડશે, તમારું
રઘુકુલ રીતિ કયાં ગયું?
કૈકેયીને દશરથ રાજા મનાવે છે. રામને તું વનમાં મોકલીશ નહિ. દશરથ રાજાએ ખૂબ મનાવવા પ્રયત્ન કર્યો, પણ કૈકેયી
માનતી નથી.
છેવટે દશરથ કહે છેઃ-કૈકેયી! તારો દોષ નથી. મારો કાળ મને બોલાવે છે. કૈકેયી! રામ વગર હું જીવીશ નહીં. તું માની
જા, પરંતુ કૈકેયી એકની બે થતી નથી. નિષ્ઠૂર બનીને બેઠી છે.
દશરથજી:-તારું કાળુ મુખ મને બતાવીશ નહિ. મને લાગે છે કે ભરત કોઇ દિવસ ગાદી ઉપર બેસશે નહિ. ચૌદ વર્ષ
પછી, રામ જ ગાદી પર બેસશે. પણ આજ વિધાતા પ્રતિકૂળ છે. મારા રામનો રાજ્યાભિષેક જોવા હું જીવીશ નહિ.
દશરથ રાજા સૂર્ય નારાયણને મનાવે છે. આજની રાત પૂરી ન થાય અને મારો રામ વનવાસ ન જાય. હે શિવજી રામને
પ્રેરણા આપો. તે મને છોડીને વનમાં ન જાય.