પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
પ્રહલાદે થાંભલાને આલિંગન આપ્યું. અંદર નૃસિંહ સ્વામી બિરાજેલા છે. પ્રહલાદને ( Prahlad ) આશ્વાસન આપ્યું. હું અંદર બેઠેલો છું. તારું
રક્ષણ કરીશ.
હિરણ્યકશિપુ ( Hiranyakshipu ) હાથમાં તલવાર લઇ દોડતો આવ્યો. કહેવા લાગ્યો, કયાં છે? બતાવ તે કયાં છે?
પ્રહલાદજી કહે છે:-આ સ્તંભમાં મારા નારાયણ બિરાજેલા છે. અતિ ક્રોધમાં હિરણ્યકશિપુએ થાંભલા ઉપર મુષ્ટિપ્રહાર
કર્યો, ત્યાં તરત જ નૃસિંહસ્વામી મહાભંયકર ગુરુ,ગુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા.
પ્રભુએ હાથ લંબાવ્યા, હિરણ્યકશિપુને ગોદમાં લીધો, બોલ દહાડો છે કે રાત? પૃથ્વી છે કે આકાશ? આજે ઘરની બહાર નહીં,
અંદર નહીં, ઉંબરામાં તને મારીશ. આજે અસ્ત્રશસ્ત્રથી નહીં, નખથી મારીશ. આમ કહી તેમણે હિરણ્યકશિપુને નખથી ચીરી
નાંખ્યો.
મનુષ્ય દુ:ખનું કારણ દેહાભિમાન છે. શરીર એ ઘર છે. શરીરઘરની અંદર જીભ એ ઉંબરો છે. તે અંદર ન કહેવાય કે બહાર
પણ ન કહેવાય. અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીને રાખો. પોતાના ભક્તનું વચન સત્ય કરવા અને પોતાની
સર્વવ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન વૈશાખ સુદ ૧૪ ના રોજ કાષ્ટના સ્તંભમાંથી, નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા.
પંજાબમાં મુલતાન શહેરમાં હિરણ્યકશિપુની રાજધાની હતી, ત્યાં નૃસિંહસ્વામીનું પ્રાગટય થયું હતું. આથી પંજાબના
લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે. તેઓ સિંહ જેવા બળવાન છે. પંજાબના લાકો આજ પણ શક્તિશાળી છે. ગુજરાતના
લોકો ભૂસુ ખાઈ ઉપર ચા પીએ છે. તો શક્તિ આવે કયાંથી? પંજાબના લોકો દૂધ, લસ્સીનો ઉપયોગ ખૂબ કરે છે. ગુજરાતના
યુવાનને કહો કે બશેર દૂધ છે, તે પી જા, તો કહેશે કે બશેર દૂધ કેમ પિવાય? ના ના, મને ઝાડા થઇ જાય. જે બશેર દૂધ ન પચાવી
શકે, તે દેશની શું સેવા કરવાનો હતો? માટે બળવાન બનો. આ આત્મા શક્તિહીન પુરુષોથી પ્રાપ્ત કરી શકાતો નથી.
નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે. એ બતાવે છે કે ગુરુ વગર ભગવાનનાં દર્શન થતા નથી.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૮
દરેક સાધના કરો. વિવેક વૈરાગ્ય વગેરે કેળવો. સંપત્તિ વગેરે હોય, પરંતુ જ્યાં સુધી કોઈ ગુરુની, કોઇ સંતની કૃપા થતી
નથી, ત્યાં સુધી હંમેશ માટે મન શુદ્ધ થતું નથી. ભગવાન મળતા નથી.
મનુષ્ય સાધના ગમે તેટલી કરે પરંતુ સંત કૃપા કરે, ત્યારે જ મન હંમેશ માટે શુદ્ધ બને.
મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે. મન ચંચળ છે. મનશુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી.
મળ, વિક્ષેપ, આવરણ, વગેરેથી મન કલુષિત થયેલું છે. એ મલીન થયેલું છે.
મલીન જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. હાલતાં જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. સેવાળવાળા જળમાં પ્રતિબિંબ દેખાતું
નથી, તેવી રીતે મલીન, ચંચળ તથા આવરણયુક્ત મનમાં પરમાત્માનું પ્રતિબિંબ દેખાતું નથી.
માટે કોઈ સંતને શરણે જાવ. કોઈ ગુરુને શરણે જાવ.
તેથી નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ શબ્દ બોલતા નીકળ્યા.
ગુરુકૃપા વગર હ્રદય હંમેશને માટે શુદ્ધ થતું નથી. સાધના કરો પણ સદ્ગુરુની કૃપા વગર ચાલવાનું નથી. એકલા
સાધનથી હ્રદય હંમેશને માટે શુદ્ધ થતું નથી.
નૃસિંહસ્વામીએ ગુરુ, ગુરુ શબ્દ બોલી જગતને બોધ આપ્યો કે સદ્ગુરુની કૃપા વગર મારો સાક્ષાત્કાર થતો નથી.
નામદેવને ( Namdev ) પણ ગુરુ વગર જ્ઞાન થયેલું નહીં. આજકાલના લોકો પુસ્તકો વાંચીને પથારીમાં પડયા પડયા જ્ઞાની બની
જાય છે. એને ગુરુની જરૂર નહિ, બ્રહ્મચર્ય પાળવાની જરૂર નહિ, મૌન રાખવાની જરૂર નહિ, સંત સેવા કરવાની જરૂર નહિ,
સદાચાર પાળવાની પણ જરૂર નહિ.
એક વખત મહારાષ્ટ્રમાં સંતોની મંડળી એકઠી થયેલી.
મુકતાબાઈએ ગોરાકુંભારને ભક્તમંડળીના ભક્તો-સંતોની પરીક્ષા કરવા કહ્યું.
નામદેવને અભિમાન થયેલું, ભગવાન મારી સાથે વાતો કરે છે. હું ભગવાનનો લાડીલો.
ગોરાકુંભાર બધાને માથામાં ટપલી મારી પરીક્ષા કરે છે.
નામદેવના માથા ઉપર ટપલી મારી. નામદેવ બોલ્યા નહિ. પણ મોઢું સ્હેજ બગાડયું. નામદેવની હાંડલી કાચી નીકળી.
નામદેવને અભિમાન આવ્યું. કુંભારના હાંડલાં પારખવાની રીતે કાંઈ મારી પરીક્ષા થાય? એટલે ગોરાકુંભારે માથામાં ટપલી મારતાં
તેણે સ્હેજ મોઢું બગાડયું. મોઢું ચઢાવ્યું. બીજા કોઈ ભક્તોએ મોઢું બગાડેલું નહિ.
ગોરાકાકાએ નિર્ણય જાહેર કર્યો:-બધાનાં હાડલાં પાકાં છે. એક આ નામદેવનું હાંડલું કાચું છે. નામદેવને કહ્યુ:-તમારું
હાંડલુ પાકયું નથી, તમને શિક્ષણની જરૂર છે.