સેવા ન કરે છતાં, બીજા કોઈ મારી સેવા કરે એવી આશા રાખવી નિરર્થક છે. સ્કંધ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે.
તે માતાપિતાની સેવા, પુત્રે કેવી કરવી જોઇએ તેનું ઉત્તમ દ્દષ્ટાંત છે.
પુંડલિકનાં દર્શન કરવા માટે ભગવાન જાતે આવે છે. પુંડલિક ભગવાનનાં દર્શન કરવા ગયો નથી.
પુંડલિક હંમેશા માતપિતાની સેવા કરતો, માતપિતાને તે સર્વસ્વ માનતો, માતપિતાની આ સેવાથી ભગવાન તેમના
ઉપર પ્રસન્ન થયા અને દર્શન આપવા પધાર્યા. ભગવાન આંગણે આવ્યા ત્યારે પુંડલિક માતપિતાની સેવા કરતો હતો. બિચારા
ગરીબ હતા. ઝુંપડી બહુ નાની હતી. તેમાં બેસવાની જગ્યા ન હતી. ભગવાન બહાર ઊભા. પોતે માતપિતાની સેવામાં રોકાયેલો
એટલે પુંડલિકે ભગવાનને કહ્યું:-માતાપિતાની સેવાના ફળરૂપ આપ મળ્યા છો માટે માતાપિતાની સેવા પહેલી. આમ કહી
ભગવાનને ઊભા રહેવા માટે તેણે ઇંટ ફેંકી અને કહ્યું કે આ ઈંટ ઉપર આપ ઊભા રહો. ભગવાન સાક્ષાત્ આવ્યા તો પણ પુંડલિકે
માતાપિતાની સેવાનું કામ ન છોડયું. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા એટલે ઈંટનું થયું વીટ. અને નામ પડયું વિઠોબા.
ઊભાં ઊભાં ભગવાનને થાક લાગ્યો, એટલે કેડ ઉપર હાથ રાખીને ઊભા. આજ પણ પંઢરપુરમાં તેઓ કેડ ઉપર હાથ
રાખી ઊભા છે. પુંડલિકે ઊભા રાખેલા ત્યારના, હજુ તેમ ને તેમ ઊભા છે.
કેડ ઉપર હાથ રાખીને તેઓ સૂચવે છે:-જીવ મારી પાસે આવે, મારા શરણે આવે, તેને માટે સંસાર ફક્ત આટલો, કેડ
સમાણો જ ઊંડો છે. શ્રીમદ્ શંકરાચાર્યે આપ્રમાણે ભગવાન પાંડુરંગની સ્તુતિનું સ્તોત્ર રચ્યું છે.
ભવાબ્ધે: પ્રમાણં ઈદમ્ મામકાનામ્ । નિતમ્બ કરાભ્યામ્ ધૃતો યેન યત્નાત્ ।।
સમાગત્ય તિષ્ઠનૂતન્મ્ આનંદકંદમ્ । પરબ્રહ્મ લિંગમ્ ભજે પાંડુરંગમ્ ।।
ભવાબ્ધે: પ્રમાણં ઈડમ્ પણ કોના માટે? જે મારા બને તેને માટે, મામકાનામ્ ।
નારદજી ચિત્રકેતુ રાજાને કહે છે:-રાજન્! આ તો તમારો શત્રુ પુત્ર તરીકે આવેલો. તે મરણ પામ્યો તેથી તમારે આનંદ
માનવો જોઈએ.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૬
અને દુ:ખ આપનાર છે. આ સર્વ નાશવંત છે.
જીવના હજારો જન્મ થયા, થઈ રહ્યા છે અને થતા રહેશે. તેમાં કોણ કોનો સગો અને સંબંધી?
જળના પ્રવાહમાં રેતીનાં કણો જેમ એકઠા થાય છે, અને જુદા પડે છે, તેમ સમયના પ્રવાહમાં સંસારના પ્રાણીઓ મળે છે
અને જુદાં પડે છે.
મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તે કોઈને ઓળખતો નથી. મારા હજારો જન્મો થયા છે, તેમાં કયાં
જન્મના માબાપને હું યાદ રાખું, આમ કહી તે જીવાત્મા ચાલી ગયો.
રાજન્! જેના માટે તું રડે છે, તે તારી સામું જોવા પણ તૈયાર નથી, છતાં તું તેનો શોક કરે છે.
નારદજીએ ચિત્રકેતુને દિવ્યજ્ઞાન આપ્યું અને તત્ત્વોપદેશ કર્યો. અને સંકર્ષણ મંત્રનો ઉપદેશ કર્યો.
ચિત્રકેતુ રાજાએ તે પછી તપશ્ચર્યા કરી અને ભગવાનનાં નામના જપ કર્યા. આથી તેમને ભગવાનનાં દર્શન થયાં. તેનાં
સર્વ પાપો ક્ષય પામ્યા. ચિત્રકેતુ મહાયોગી અને મહાન સિદ્ધ થયો. ભગવાને તેને પાર્ષદ બનાવ્યો. એક દિવસ તે આકાશમાં વિહાર
કરતો હતો. ફરતો ફરતો તે કૈલાસ ધામમાં આવ્યો; જોયું તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠાં છે. તેને આ પ્રમાણે બેઠેલાં જોઈ
ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો.
પ્રત્યેક સ્ત્રી-પરુષને નરનારાયણ રૂપે જુએ તો, વાસના થાય નહિ. ચિત્રકેતુ સંસારીભાવથી શિવપાર્વતીને જુએ છે.
આ ચરિત્ર ઉપરથી લાગે છે કે ભક્તિ જ્ઞાન વગરની હશે તો નિષ્ફળ જશે. કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ
થતું નથી. સાક્ષાત્કારથી મનની ચંચળતા જતી નથી. સગુણ અને નિર્ગુણ બંને ભક્તિ હોય ત્યારે જ જીવ શિવનો થાય છે.
શિવપાર્વતીને લૌકિક દ્દષ્ટિથી, કામભાવથી તે જોવા લાગ્યો.
વ્યાપક નિર્ગુણનો અનુભવ કરવાની જરૂર છે.
આજે આ પ્રમાણે બેસવાનું કારણ હતું. એકવાર કામદેવે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી. શિવજીએ
કહ્યું એકવાર મેં તને બાળ્યો છે. કામદેવ બોલ્યા, સમાધિમાં બેસીને મને બાળ્યો તેમાં શું આશ્ર્ચર્ય. સમાધિમાં રહીને કોઈ પણ
જીવ મને બાળી શકે. કામે કહ્યું કે મારા મનમાં વસવસો રહી ગયો છે. તમે પાર્વતીજીને આલિંગન આપો અને હું બાણ મારું. તે
વેળા આપ નિર્વિકાર રહો તો આપ મહાન દેવ. શિવજી સંમત થયા. પાર્વતિજીને આલિંગન આપી અર્ધનારી નટેશ્વર બન્યા. કામે
ઘણો પ્રયત્ન કર્યો, પણ સફળતા મળી નહીં. શંકર નિર્વિકાર રહ્યા. કામદેવે બાણ ફેંકી દીધું. છેવટે તેણે શિવજીને શરણે આવવું
પડયું.