પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
ચિત્રકેતુ આ હકીકત જાણતો ન હતો એટલે, તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભરી સભામાં પત્નીને આલિંગન
આપીને, પત્નીને ગોદમાં લઈને બેઠો છે. એને કાંઈ શરમબરમ છે?
શિવ-પાર્વતી નિર્વિકાર હતાં. પણ જોનારની આંખમાં વિકાર હતો. કોઈને લૌકિક ભાવથી જોશો તો પછી મનમાં વિકાર
આવશે. તેથી ખોટાં ચિત્ર મનમાં આવે છે.
આ પ્રમાણે લૌકિક ભાવથી જોતાં, ચિત્રકેતુનું પતન થયું છે. આ સાંભળી શિવજીને કાંઈ બૂરું ન લાગ્યું. જેને માથે
ગંગા-જ્ઞાનગંગા હોય તેને નિંદા પણ અસર કરતી નથી. પાર્વતીજીથી આ સહન ન થયું. ચિત્રકેતુને શ્રાપ આપ્યો:-ઉદ્ધત,
અસુરયોનિમાં તારો જન્મ થાય.
ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માંગી છે. દેવીએ કહ્યું:-આગલા જન્મમાં તને અનન્યભક્તિ પ્રાપ્ત
થશે અને તારો ઉદ્ધાર થશે.
પાર્વતીજીએ શ્રાપ આપ્યો, તેથી ચિત્રકેતુ વૃત્રાસુર તરીકે જન્મ્યો.
નારદ-અંગિરા જેવા સંતોના સમાગમથી મન- બુદ્ધિ ઊર્ધ્વગામી બને છે.
લૌકિક વિષયનાં ચિત્રો મનમાં ન ઊતરે અને સાત્ત્વિકભાવ જાગે તે માટે સતત લક્ષ્મીનારાયણનું પૂજન કરો, વિષ્ણુ
સત્ત્વગુણનાં અધિપતિ દેવ છે. તેની સેવાથી સાત્ત્વિકભાવ જાગે છે.
આ વિષયનાં ચિત્રો અંદર છે. આંખ બંધ કરીને બેસો એટલે અંદરના ચિત્રો બહાર આવશે. આ ચિત્રો ભૂસવા
લક્ષ્મીનારાયણની સેવા આવશ્યક છે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૭૭
એક વર્ષનું વ્રત દિતિને બતાવ્યું. એ વ્રતનું નામ પુંસવન વ્રત, ચંચળ મનને ઈશ્વરમાં સ્થિર કરવાનું સાધન વ્રત છે. વ્રતને દિવસે
ચિત્ત ચંચળ ન બને અને ઇશ્ર્વરમાં સ્થિર થાય. મનને ઈશ્વરમાં પરોવી રાખવાનું સાધન તે વ્રત. દિતિએ વ્રત કર્યું, નિયમોનું
બરાબર પાલન ન કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી મરુતગણોની ઉત્પત્તિ થઈ. દિતિ એ ભેદ બુદ્ધિ છે. ચંચળ મનો વૃત્તિને એક
ઠેકાણે સ્થિર કરી ભજન પૂજન દ્વારા એકને જ અનેકમાં નિહાળે તો વ્રત સફળ થાય. ભેદભાવથી દિતિના વ્રતમાં ભંગ થયો હતો.
હવે દિતિએ ઇન્દ્રને કહ્યું:-આ મારા છોકરાંઓ છે પણ તેમની ગણના દેવોમાં થશે. હવે દિતિએ ઇન્દ્રમાં કુભાવ રાખ્યો નહિ.
મરુતગણોની ઉત્પત્તિ કહીને છઠ્ઠા સ્કંધની ક્થા પૂર્ણ કરી.
ઈતિ ષષ્ઠ: સ્કંધ: સમાપ્ત:
હરે રામ હરે રામ રામ રામ હરે હરે ।।
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે ।।
।। શ્રીકૃષ્ણાર્પણમસ્તુ ।।
સૌનુ કરો કલ્યાણ, દયાળુ પ્રભુ, સૌનુ કરો કલ્યાણ
નરનારી પશુ પક્ષીની સાથે,જીવ જંતુનું તમામ……….. દયાળુ
જગતનાં વાસીઓ સૌ સુખ ભોગવે, આનંદે આઠે જામ… દયાળુ
દુનિયામાં દર્દ દુકાળ પડે નહિ, લડે નહિ કોઈ ગામ…… દયાળુ
સર્વે જગે સુખાકારી વધે, વળી વધે ધન–ધાન્ય………. દયાળુ
કોઈ કોઈનું બૂરું નવ ઈચ્છે, સૌનુ ઈચ્છે કલ્યાન……… દયાળુ
પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વે ભજે ભગવાન………. .. દયાળુ