પૂ. બાપજીએ શ્રી સત્યનારાયણ મંદિર-માલસર. ના આંગણે પ્રેમથી કરેલી 33 ભાગવત સપ્તાહને આધારે.
કયાધુને પતિ તે જ દિવસે ઘરે પાછા આવ્યા તેથી આશ્ર્ચર્ય થયું. પરંતુ સીધેસીધું કારણ પતિને પૂછાય તેમ ન હતું. પતિ
સ્વભાવના ભારી અક્કડ અને ક્રોધી હતા. કહી બેસે તેમાં તારે પંચાત કરવાની શી જરૂર છે?
કયાધુએ વિચાર્યું યુક્તિથી કામ લઇશ તો કારણ જાણી શકાશે. પતિની ખાનગી વાત જાણવી હોય તો આ કયાઘુને ગુરુ
કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોને કહ્યું મારા પતિદેવને માટે હું જ રસોઈ બનાવીશ.
લોભીને દ્રવ્યથી વશ કરવો. અભિમાનીને વખાણથી વશ કરવો.
હિરણ્યકશિપુ અભિમાની છે. ક્યાધુ સેવા કરતાં વખાણ કરવા લાગી.
ભોજ રાજા એ કાલિદાસને એક વખત પૂછેલું કે આ દુનિયામાં ખાંડ કરતાં વધારે ગળ્યું શું?
કાલિદાસે જવાબ આપ્યો, ખાંડ કરતાં વધારે ગળ્યાં વખાણ.
કયાધુ કહેવા લાગી ઈન્દ્રચંદ્રાદિ દેવો તમારાથી થરથર કાંપે છે. તમે જિતેન્દ્રિય છો. જ્ઞાની છો. આપના જેવો વીર થયો
નથી અને થવાનો નથી. એ તો હું ભાગ્યશાળી કે આપ જેવા પતિ મને મળ્યા. આપ ધારેલું કામ કર્યા વગર પાછા ફરો જ નહિ. પણ
આજે વનમાં કાંઈક પ્રસંગ બનેલો હોવો જોઈએ કે જેથી આપ પાછા આવ્યા.
કયાધુએ ગરમ ગરમ ઢોકળાં ખવડાવ્યાં હશે. રાક્ષસોને આવું જ ભાવે. સાત્ત્વિક અન્ન જેને ભાવે નહીં તે રાક્ષસ.
હિરણ્યકશિપુ અતિશય રંગમાં આવ્યો. કહેવા લાગ્યો. મારું કામ કર્યા વગર હું પાછો ન આવું, પણ આજે વિઘ્ન આવ્યું,
અપશુકન થયા, એટલે પાછું આવવું પડયું. કયાધુએ પૂછ્યું:-શું વિઘ્ન આવ્યું? શું અપશુકન થયા?
હિરણ્યકશિપુ કહે, હું જે ઝાડ નીચે બેસી તપશ્ચર્યા કરતો હતો તે ઝાડ ઉપર એક પોપટ આવ્યો અને નારાયણ,
નારાયણ એમ બોલવા લાગ્યો.
કયાધુને આનંદ થયો. વિચાર્યું મારા પતિ પરમાત્માનું નામ કોઈ દિવસ લેતા નથી. હું કહીશ કે નારાયણની ધૂન કરો તો
માને તેવા નથી. ભારે અભિમાની છે. તેથી યુક્તિ કરવી પડશે.
યુક્તિથી પતિને પાપ કરતાં અટકાવે તે પત્ની. પતિને ધર્મના-પરમાત્માના માર્ગે વાળે તો પત્ની એ ધર્મપત્ની છે.
પત્ની પતિને ધર્મ અને મોક્ષના માર્ગે વાળે.
Bhagavat : ભાગવતનો ઉદ્દેશ્ય અને તેનું મહાત્મ્ય. – ભાગ – ૧૮૧
આ સુંદર તક છે. આ બહાને હું તેમની પાસે ભગવાનનું નામ વારંવાર લેવડાવીશ. ક્યાધુને લાગણી હતી કે મારા પતિદેવ
સુધરે. ભોજન થયા પછી શયન વખતે કયાધુ ચરણ સેવા કરવા લાગી. પૂછ્યું, આપે ભોજન વખતે વાત કરી પણ મારું ધ્યાન
બરાબર ન હતું. કહો તો વનમાં શું થયું?
હિરણ્યકશિપુ:-દેવી! ત્યાં પોપટ આવ્યો અને શ્રીમન્નનારાયણ, નારાયણ બોલવા લાગ્યો.
ક્યાધુ:-પોપટ શું બોલ્યો?
હિરણ્યકશિપુ:-નારાયણ, નારાયણ,
કયાધુ:-હા,જાવ,જાવ,પોપટને કાંઈ બોલતાં આવડતું હશે? પોપટ ખરેખર બોલ્યો?
હિરણ્યકશિપુ:-હા, તે નારાયણ, નારાયણ, કહેવા લાગ્યો.
બિચારો કામવશ થયેલો એટલે પત્ની જેમ પૂછે તેમ ઉત્તર આપ્યા કરે.
કયાધુએ આ પ્રસંગનો લાભ લઈ પતિ પાસે આ પ્રમાણે ૧૦૮ વાર જપ કરાવ્યો. સાધારણ રીતે પુરુષ કામાંધ હોવાથી
સ્ત્રીને આધીન જ હોય છે. એટલે પત્ની ધારે તો પતિને સુધારી શકે છે. પત્ની લાયક હશે તો પતિને પણ ભગવત ભજનમાં
વાળશે. કયાધુએ યુક્તિથી પતિ પાસે વારંવાર ભગવાનનું નામ લેવડાવ્યું. માતા-પિતા ભગવાનનું નામ લેતાં હતા તે વખતે
પ્રહલાદજી માના પેટમાં આવ્યા હતા આથી હિરણ્યકશિપુ રાક્ષસ. તેમ છતાં પ્રહલાદ મહાન ભગવદ્ભક્ત થયા.
કયાદ્યુ સગર્ભા છે. હિરણ્યકશિપુ તપશ્ર્ચર્યા કરવા ગયો છે. છત્રીસ હજાર વર્ષો તપશ્ચર્યા કરી છે. અન્નજળનો ત્યાગ કર્યો
છે. કળીયુગમાં અન્નમય, જળમય પ્રાણ છે. આ સત્ યુગની વાત છે, સત્ યુગમાં અસ્થિમય પ્રાણ તેથી આ શક્ય હતું.
કેવળ તપ કરવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી કે શુદ્ધ થતો નથી. તપ પાછળની ભાવના શુદ્ધ હોવી જોઈએ. હેતુ શુદ્ધ
હોવો જોઇએ. હિરણ્યકશિપુનો હેતુ શુદ્ધ ન હતો. દુર્યોધને વિષ્ણુયાગ કરેલો પણ તેથી શું? તેનું ધન પાપમય જ હતું.
યોગની પાછળ શુદ્ધ હેતુ ન હોય તો યોગીનું પતન થાય છે. માત્ર યોગ સાધવાથી હ્રદય વિશાળ થતું નથી. યોગસિદ્ધિથી
બીજી શક્તિઓ આવશે પણ તેનું હ્રદય વિશાળ થશે નહિ. બ્રહ્માનુભૂતિ વગર હ્રદય વિશાળ થતું નથી. હિરણ્યકશિપુની તપશ્ચર્યા
કેવળ ભોગવિલાસ માટે હતી. દેવોને ત્રાસ આપવા માટે હતી. ગીતાજીની ભાષામાં કહીએ તો તેનું તપ તામસ તપ હતું. તેથી તેનું
જેવું ફળ મળવું જોઈએ તેવું ન મળ્યું.