News Continuous Bureau | Mumbai
આજે વર્ષો બાદ ભારતમાં ફરી એક વખત ચિત્તાનું આગમન(Arrival of Cheetah) થઈ રહ્યું છે અને પ્રાણીપ્રેમીઓ(Animal lovers) તેનાથી બહુ ખુશ છે ત્યારે ભારતમાં છેલ્લા ત્રણ ચિત્તા કયારે જોવા મળ્યા હતા અને તેમના મૃત્યુ કઈ રીતે થયા હતા તે જાણવું પણ રસપ્રદ છે.
સરકારે 1952માં દેશમાંથી ચિત્તા સત્તાવાર રીતે લુપ્ત થઈ ગયા હોવાની જાહેરાત કરી હતી. કોરિયા(Korea), મધ્યપ્રદેશના(Madhya Pradesh) મહારાજા રામાનુજ પ્રતાપ સિંહ દેવે(Maharaja Ramanuja Pratap Singh Dev) 1947માં દેશમાં છેલ્લા ત્રણ ચિત્તાઓને મારી નાખ્યા હોવાનું માનવામાં આવે છે. (કોરિયા જિલ્લો હવે છત્તીસગઢ(Chhattisgarh) રાજ્ય હેઠળ આવે છે
બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી(Bombay Natural History Society) (BNHS) ના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ દિવ્યભાનુસિંહ(Former Vice President Divya Bhanusingh) દ્વારા લખાયેલ પુસ્તક "ધ એન્ડ ઓફ અ ટ્રેલ (The End of a Trail)- ધ ચિતા ઇન ઇન્ડિયા"(The Cheetah in India) અનુસાર, મુઘલ સમ્રાટ અકબર(Mughal Emperor Akbar), જેમણે 1556 થી 1605 સુધી શાસન કર્યું હતું, તેમની પાસે 1,000 ચિત્તા હતા. પ્રાણીઓનો ઉપયોગ કાળિયાર અને ગઝલના(Antelope and gazelle) શિકાર માટે થતો હતો. અકબરના પુત્ર જહાંગીરે (Jahangir) પાલાના પરગણામાં 400થી વધુ કાળિયાર પકડ્યા હોવાનું કહેવાય છે.
શિકાર માટે ચિત્તાઓને પકડવા અને કેદમાં રહેલા પ્રાણીઓને સંવર્ધન (Animal breeding) કરવામાં મુશ્કેલીને કારણે તેમની વસ્તીમાં ઘટાડો થયો હોવાનું પણ દિવ્યભાનુસિંહે પોતાના પુસ્તકમાં લખ્યું છે. તેમના જણાવ્યા મુજબ, ભારતમાં અંગ્રેજોને ચિત્તાના અભ્યાસમાં થોડો રસ હતો. 20મી સદીની શરૂઆત સુધીમાં, ભારતીય ચિત્તાઓની(Indian Leopards) વસ્તી ઘટી ગઈ હતી અને રાજકુમારોએ આફ્રિકન પ્રાણીઓને(African animals) ફરવા માટે આયાત કરવાનું શરૂ કર્યું હતું, 1918 અને 1945 ની વચ્ચે લગભગ 200 આયાત કરવામાં આવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા- કેમેરાથી તસવીરો પણ કરી ક્લિક- જુઓ વિડીયો
સ્વતંત્ર ભારત સાથે રજવાડાઓના(princely states with independent India) એકીકરણ દરમિયાન મોટી સંખ્યામાં ચિત્તાની સંખ્યા ઘટી ગઈ હતી. 1952 માં સ્વતંત્ર ભારતમાં પ્રથમ વન્યજીવ બોર્ડની બેઠકમાં(wildlife board meeting), સરકારે "મધ્ય ભારતમાં ચિત્તાના રક્ષણ માટે વિશેષ અગ્રતા સોંપવા માટે આહવાન કર્યું હતું" અને "ચિતાને બચાવવા માટે સાહસિક પ્રયોગ" સૂચવવામાં આવ્યું હતું.
ત્યારબાદ, એશિયાટિક સિંહોના(Asiatic lions) બદલામાં એશિયાટિક ચિત્તાને ભારતમાં લાવવા માટે 1970માં ઈરાનના શાહ સાથે વાટાઘાટો શરૂ થઈ. ઈરાનની(Iran) નાની એશિયાટિક ચિત્તાની વસ્તી અને ઈરાની અને આફ્રિકન ચિત્તા(Iranian and African leopards) વચ્ચેની આનુવંશિક સમાનતાને ધ્યાનમાં રાખીને, ભારતમાં તેને લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. પરંતુ વાત આગળ વધ નહોતી. ત્યારબાદ 2009માં પણ પ્રયાસ થયા હતા. તે છેક આટલા વર્ષો બાદ નામિબિયાથી(Namibia) ચિત્તા લાવવાનો સરકારનો પ્રયાસ સફળ થયો છે.