News Continuous Bureau | Mumbai
Ladakh Tour : જો તમે દેશ-દુનિયામાં ફરવા માંગો છો, તો લદ્દાખ તમારી વિશ લિસ્ટમાં ચોક્કસપણે હશે. બાઇક પર મુસાફરી કરતી વખતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે કોઈપણ ટેન્શન વગર લદ્દાખની મુલાકાત લેવા ઈચ્છો છો, તો તમે આઈઆરસીટીસીનું આ ખાસ પેકેજ લઈ શકો છો.
With breathtaking views, mesmerising night skies, and serene lakes, Ladakh offers a journey like no other. From visiting Chang La to chasing rainbows over stunning hills, the landscapes here will leave you spellbound.
Book now https://t.co/whmsSFdyVW
(Package Code = NDA12)… pic.twitter.com/mRKwILSUIw
— IRCTC (@IRCTCofficial) August 21, 2024
Ladakh Tour : 7 દિવસનું છે આ ટૂર પેકેજ
IRCTCએ હાલમાં જ પ્રવાસીઓ માટે લદ્દાખ ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ 7 દિવસનું છે. આ ટૂર પેકેજ ‘દેખો અપના દેશ’ અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજ પાટનગર દિલ્હીથી શરૂ થશે. IRCTCના આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ દિલ્હીથી સસ્તામાં લદ્દાખની મુલાકાત લઈ શકશે. આ ટૂર પેકેજની શરૂઆતી કિંમત 42,800 રૂપિયા રાખવામાં આવી છે. IRCTCના આ ટૂર પેકેજ દ્વારા પ્રવાસીઓ લેહ, શ્યામ વેલી, નુબ્રા, તુર્તુક, થાંગ ઝીરો પોઈન્ટ અને પેંગોંગની મુલાકાત લઈ શકે છે.
Ladakh Tour : પ્રવાસીઓ માટે રહેવા અને ખાવાનું ફ્રી
જણાવી દઈએ કે આ ટૂર પેકેજ 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. જે છ રાત અને સાત દિવસનું છે. IRCTCના અન્ય ટૂર પેકેજની જેમ આ ટૂર પેકેજમાં પણ પ્રવાસીઓ માટે રહેવા અને ખાવાનું ફ્રી હશે. નોંધનીય છે કે IRCTC દેશ અને વિદેશમાં પ્રવાસીઓ માટે ટૂર પેકેજ ઓફર કરતી રહે છે. આ ટૂર પેકેજો દ્વારા પ્રવાસીઓ વિશ્વભરમાં સસ્તી અને સગવડતાથી પ્રવાસ કરે છે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળે છે.
આ સમાચાર પણ વાંચોઃ નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરૂડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો, મનમોહક નજારો નિહાળવા સહેલાણીઓ ઉમટ્યા
Ladakh Tour : ટૂર પૅકેજનું ભાડું અલગ અલગ
આ ટૂર પેકેજનું નામ ‘ડિસ્કવર લદ્દાખ’ છે અને પ્રવાસીઓ ફ્લાઇટ દ્વારા મુસાફરી કરશે. IRCTCના આ ટૂર પૅકેજનું ભાડું અલગ અલગ છે. જેમ કે જો તમે આ ટૂર પેકેજમાં એકલા મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 46,000 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ટૂર પેકેજમાં બે લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 44,700 રૂપિયા ચૂકવવા પડશે. જો તમે ટૂર પેકેજમાં ત્રણ લોકો સાથે મુસાફરી કરો છો, તો તમારે પ્રતિ વ્યક્તિ 42,800 રૂપિયા ચૂકવવા પડશે. 5 થી 11 વર્ષની વયના બાળકો માટે પલંગની સુવિધા માટેનું ભાડું 36000 રૂપિયા હશે. 5 થી 11 વર્ષની ઉંમરના બાળકોને બેડ વગરના 31,500 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસીઓ આ ટૂર પેકેજ IRCTCની સત્તાવાર વેબસાઇટ દ્વારા બુક કરી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)