News Continuous Bureau | Mumbai
Aloo Tikki Burger : બાળકો (Kids) હોય કે મોટા, દરેકને સાંજે થોડી ભૂખ લાગે છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા પરિવાર માટે મસાલેદાર નાસ્તા (Snacks) નો વિકલ્પ શોધી રહ્યા છો, તો તમે આ સ્ટ્રીટ સ્ટાઈલ ( Street Style ) આલુ ટિક્કી બર્ગરની ( Aloo Tikki Burger ) રેસીપી ( Recipe ) અજમાવી શકો છો. બર્ગર (Burger) એક સ્ટ્રીટ ફૂડ(street Food) છે જે બાળકો અને પુખ્ત વયના લોકો બંનેને ગમે છે. આ રેસીપી ની ખાસિયત એ છે કે તે ટેસ્ટી હોવા ઉપરાંત ખૂબ જ ઓછા સમયમાં તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના જાણીએ ટેસ્ટી આલુ ટિક્કી બર્ગર કેવી રીતે બનાવવું.
આલુ ટિક્કી બર્ગર ( Aloo Tikki Burger ) બનાવવા માટેની સામગ્રી-
-1 બર્ગર બન
-1/4 કપ બાફેલા વટાણા
-1/4 કપ બાફેલા બટાકા
-1/2 કપ મેંદાની સ્લરી
-1 લેટસ પત્તા
-1/2 કપ બ્રેડ ક્રમ્બ્સ
-4-5 ઓનિયન રિંગ્સ
-2-3 ટામેટાંના ટુકડા
– મીઠું સ્વાદ મુજબ
-1/4 ચમચી કાળા મરી
-1/4 ચમચી લાલ મરચું
-1/2 ચમચી ધાણા પાવડર
-2 ચમચી મેયોનેઝ
-2 ચમચી ટમેટાની ચટણી
-1/2 ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ
આ સમાચાર પણ વાંચો :Macaroni soup : ગાજર અને ટામેટા સૂપ થી કંટાળ્યા છો? તો ટ્રાય કરો આ ટેસ્ટી અને હેલ્થી સૂપ.. નોંધી લો રેસિપી..
આલુ ટિક્કી બર્ગર કેવી રીતે ( Recipe ) બનાવશો-
આલૂ ટિક્કી બર્ગર બનાવવા માટે સૌથી પહેલા એક મોટા બાઉલમાં બાફેલા બટેટા, વટાણા, આદુ લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચું, જીરું પાવડર, ધાણા પાવડર નાખી બધું બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાંથી ટીક્કી બનાવો, તેને મેંદાની સ્લરીમાં બોળી, બ્રેડ ક્રમ્બ્સમાં કોટ કરો અને તેલમાં તળી લો. હવે મેયોનીઝ અને ટોમેટો સોસને એકસાથે મિક્સ કરો. એક બર્ગર બન લો, વચ્ચેથી કાપી લો. બાદમાં બંને બાજુ મેયોનીઝ અને કેચપ પેસ્ટ લગાવો, લેટસનું પાન મૂકો અને તેના પર ટિક્કી મૂકો. ટિક્કીની ટોચ પર ઓનિયન રિંગ્સ અને ટામેટાંના ટુકડા મૂકો અને બનનો બીજો ભાગ મૂકો. તૈયાર છે તમારું ટેસ્ટી આલૂ ટિક્કી બર્ગર.