Site icon

Bharela Shimla Marcha: એકના એક શાક ખાઈને કંટાળી ગયા છો? તો બનાવો ભરેલા શિમલા મરચાનું શાક.. જાણી લો રેસિપી..

Bharela Shimla Marcha: મિનિટોમાં તૈયાર કરો ટેસ્ટી ચણાના લોટની કેપ્સિકમ કઢી. આ શાક પરાઠા સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં સરળ છે. આ શાક બનાવવામાં વાર પણ નથી લાગતી અને તે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.

Bharela Shimla Marcha: Capsicum besan sabji recipes

Bharela Shimla Marcha: Capsicum besan sabji recipes

News Continuous Bureau | Mumbai
Bharela Shimla Marcha: જો તમે એક કે બે રીતે શિમલા મરચાનું શાક ખાઈને કંટાળી ગયા હોવ. તો આ વખતે એક અલગ ટ્વિસ્ટ સાથે બનાવો ભરેલા શિમલા મરચા. આ વાનગી ચણાના લોટમાંથી બને છે. ચણાના લોટમાંથી બનાવેલા ભરેલા મરચા ખાવાની બહુ જ મજા આવે છે.સવારના નાસ્તામાં આ શાક પરાઠા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. વળી, બાળકો અને વડીલો બધાને ગમશે. તો ચાલો જાણીએ કે ભરેલા શિમલા મરચાનું શાક કેવી રીતે બનાવવું.

સામગ્રી

8-10 શિમલા મરચા
એક ચમચી ધાણા પાવડર
એક ચમચી મરચું પાવડર
ત્રણ ચમચી ચણાનો લોટ
અડધી ચમચી ગરમ મસાલા
ચપટી આમચૂર પાવડર
ચપટી હિંગ
એક ચમચી જીરું
2 ચમચી તેલ
અડધી ચમચી વરિયાળી
અડધી ચમચી રાઈ
સ્વાદાનુસાર મીઠું

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shikha Malhotra : કોરોનામાં બની નર્સ,પછી થઇ પેરાલિસિસનો શિકાર, જાણો હવે કેવી હાલત છે શાહરુખ ખાન સાથે કામ કરી ચુકેલી અભિનેત્રી ની

બનાવવાની રીત

સૌપ્રથમ શિમલા મરચાને ધોઈને સમારી લો. એક કડાઈમાં ચણાના લોટને ધીમી આંચ પર શેકી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ નાંખો.પછી જીરું અને વરિયાળી ઉમેરો. તે બરાબર તતડે પછી તેમાં હિંગ નાખો. સમારેલા શિમલા મરચા ઉમેરો. ગેસની આંચ ધીમી રાખો અને ઢાંકીને થોડીવાર પકાવો. જ્યારે તે પાકી જાય, ત્યારે તેમાં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર ઉમેરો. તેની સાથે લાલ મરચાનો પાવડર ઉમેરો. મીઠું નાખો અને થોડી વાર પકાવો. જ્યારે શિમલા મરચા પાકવા લાગે ત્યારે તેમાં બે થી ત્રણ ચમચી શેકેલા ચણાનો લોટ નાખીને બરાબર મિક્સ કરી લો. જ્યારે તે પાકી જાય, ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દો અને તેને ઢાંકીને એકથી બે મિનિટ માટે રહેવા દો. તૈયાર છે ભરેલા શિમલા મરચાનું શાક, તેને પરાઠા સાથે સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version