Site icon

Breakfast recipe: નાસ્તામાં બટેટા પૌવા ખાઈને કંટાળ્યા હોવ તો આ બે વસ્તુઓથી બનાવો નવો ક્રિસ્પી નાસ્તો..

Breakfast recipe: લોકો આ બટાકા અને પૌવા થી ઘણી વાનગી બનાવે છે અને ખાય છે, પરંતુ શું તમે ક્યારેય આલુ પોહા રોલ અજમાવ્યા છે? તે ખાવામાં જેટલું સ્વાદિષ્ટ હોય છે એટલું જ ઓછા સમયમાં તૈયાર થાય છે.

Breakfast recipe: Prepare Aloo Poha Roll for breakfast in minutes, know how to make it...

Breakfast recipe: Prepare Aloo Poha Roll for breakfast in minutes, know how to make it...

News Continuous Bureau | Mumbai 

Breakfast recipe: મોટાભાગના લોકો હેલ્ધી નાસ્તો કરવાનું પસંદ કરે છે. કારણ કે હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો અને તમારા શરીરને જરૂરી પોષક તત્વો મળશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો નાસ્તામાં પોહા (Poha) ખાવાનું પસંદ કરે છે, તો કેટલાક તેમના દિવસની શરૂઆત આલૂ પરાઠાથી કરે છે. જો કે, દરરોજ એક સરખો નાસ્તો કરવાથી કંટાળો આવે છે. આવી સ્થિતિમાં, તમે બટાકા અને પોહા બંનેને મિક્સ કરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. આલુ પોહાના રોલ (Aloo Poha Rolls) બાળકોના ટિફિન બોક્સમાં પણ રાખી શકાય છે. ચાલો જાણીએ પોટેટો પોહા રોલ બનાવવાની સરળ રીત.

Join Our WhatsApp Community

આલુ પોહા રોલ બનાવવા માટેની સામગ્રી

બાફેલા બટાકા – 2-3

પોહા – 1/2 કપ

બ્રેડ સ્લાઈસ – 2

ચાટ મસાલો- 1/2 ચમચી

ધાણા પાવડર- 1 ચમચી

લીલા ધાણાના પાન – 1 ચમચી

તળવા માટે તેલ – જરૂરિયાત મુજબ

મીઠું – સ્વાદ મુજબ

આલુ પોહા રોલ બનાવવાની રીત

ટેસ્ટી આલૂ પોહા રોલ બનાવવા માટે સૌપ્રથમ બટાકા અને પોહા લો. પછી બટાકાને સારી રીતે ધોઈને બાફી લો. બીજી તરફ પોહાને પલાળી લો અને તેને બાજુ પર રાખો. જ્યારે બટાકા બફાઈ જાય ત્યારે તેને છોલીને છીણી લો. હવે  તેને બાઉલમાં મૂકો. પછી બ્રેડના ટુકડાને પીસીને બટાકાની સાથે સારી રીતે મિક્સ કરો. હવે પલાળેલા પોહા લો અને તેને બાઉલમાં નાખો બાદમાં બટાકા અને બ્રેડ ક્રમ્બ્સ સાથે સારી રીતે મેશ કરો.

આ સમાચાર પણ વાંચો :  Jawan: ભારત ના પાડોશી દેશો પર પણ ચઢ્યો જવાન નો રંગ, પાકિસ્તાન ની આ ફેમસ અભિનેત્રી એ કર્યો શાહરુખ ખાન ની ફિલ્મ ના ગીત પર ડાન્સ, જુઓ વિડીયો

જ્યારે તે બરાબર મિક્સ થઈ જાય, ત્યારે તેમાં ચાટ મસાલો, ધાણા પાવડર અને લીલા ધાણા નાખીને મિક્સ કરો. આ પછી આ તૈયાર મસાલામાંથી નળાકાર રોલ તૈયાર કરો અને તેને થાળી અથવા પ્લેટમાં રાખો. જ્યારે બધા રોલ બની જાય, ત્યારે એક કડાઈમાં તેલ મૂકીને મધ્યમ આંચ પર ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રોલ ઉમેરીને ડીપ ફ્રાય કરો. જ્યારે તેનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેને બહાર કાઢી લો. તો નાસ્તા માટે ટેસ્ટી બટાકા પોહા રોલ તૈયાર છે. હવે તમે તેને લીલી ચટણી અથવા ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.

 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version