Site icon

Karwa chauth 2023 : કરવા ચોથ પર બનાવો ટેસ્ટી સાગ પનીર, નોંધી લો આ સરળ રેસીપી

Karwa chauth 2023 : જો તમે કરવા ચોથ પર સાગ બનાવવા જઈ રહ્યા છો તો તેમાં પનીર મિક્સ કરો. આ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને દરેકને ગમશે. જો તમે ઈચ્છો તો લસણ અને ડુંગળી વગર પણ બનાવી શકો છો. અહીં રેસીપી વાંચો.

Karwa chauth 2023 : How to make the perfect saag paneer

Karwa chauth 2023 : How to make the perfect saag paneer

News Continuous Bureau | Mumbai 

Karwa chauth 2023 : આજે કડવા ચોથ (karwa chauth 2023) છે. આ દિવસે તમામ માતાઓ, બહેનો પોતાના પતિની લાંબી ઉમર અને સારા સ્વાસ્થ્ય માટે આ કઠોર વ્રત ( fast ) રાખે છે. આજના પાવન અવસર પર ઘણી જગ્યાએ સાગ બનાવવાની પરંપરા છે. શિયાળામાં મોટાભાગે ઘરોમાં લીલા શાકભાજી ( Green vegetables ) તૈયાર કરવામાં આવે છે. પરંતુ જો તમે કરવા ચોથના અવસર પર ખાસ રીતે સાગ તૈયાર કરવા માંગતા હોવ તો તેને પનીર ( Paneer ) સાથે મિક્સ કરીને તૈયાર કરો. સાગ પનીરનું ( Saag Paneer ) શાક પાલક પનીરથી ( Palak Paneer ) તદ્દન અલગ છે અને તેને બનાવવાની રીત પણ અલગ છે. તો ચાલો જાણીએ સાગ અને પનીરની ટેસ્ટી ભાજી ડીશ કેવી રીતે ( Recipe ) બનાવવી.

Join Our WhatsApp Community

સાગ પનીર બનાવવા માટેની સામગ્રી

સરસોના પાન – અઢીસો ગ્રામ
મૂળાના પાન – બેથી ત્રણ
પાલક – અઢીસો ગ્રામ
મેથી – સવાસો ગ્રામ
કોથમીર – 60 ગ્રામ
લીલા મરચા – બે નંગ
જીરું – એક ચમચી
હિંગ – 1 ચપટી
ધાણાપાવડર – એક ચમચી
તેલ – ત્રણ ટીસ્પૂન
ઘી – એક ચમચી
પનીર – 200 ગ્રામ
ટામેટાં – 200 ગ્રામ
ચણાનો લોટ – એક ટીસ્પૂન
મીઠું – એક ચમચી
આદુની પેસ્ટ – એક ચમચી
લાલ મરચું – બે ચમચી

આ સમાચાર પણ વાંચો :Halloween 2023 : હેલોવીન પર બનાવો ‘પમ્પકિન બ્રેડ’ ની આ ટેસ્ટી રેસિપી, બનાવવી ખૂબ જ છે સરળ, નોંધી લો રીત.

સાગ પનીર બનાવવાની રીત

સૌપ્રથમ સરસોના પાનને સાફ કરી લો અને સાથે તેની ડાંડી કાઢીને તોડી લો, પાંદડાને સાફ કરો અને ધોઇને થોડી મોટી સુધારો. ત્યારબાદ મૂળા અને મેથીના નરમ પાંદડાને ધોઈને સારી રીતે સાફ કરીને સૂકવીને તેની પેસ્ટ બનાવો. કૂકરમાં રાઈ, પાલક, મૂળા અને મેથીના પાનને અડધો કપ પાણી નાંખીને એક સીટી આવે ત્યાં સુધી પકાવો અને સાથે તેને ચઢાવો. ટામેટા-લીલા મરચાંને ધોઈ ને મિક્સરમાં તેની પેસ્ટ બનાવી લો. કોથમીરને સાફ કરો અને તેને ધોઈને બારીક સુધારો.

હવે પનીરના નાના ટુકડા કરો અને એક નોનસ્ટીક પેનમાં એક ચમચી તેલમાં તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો. પેનમાં ત્રણ ચમચી તેલ અને જીરું નાખી. તેમાં હિંગ, આદુની પેસ્ટ, ધાણા પાવડર અને બેસન મિક્સ કરો અને સાથે ત્યારબાદ તેમાં ટામેટા, લાલ મરચા, લીલા મરચા ની પેસ્ટને ઉમેરો અને મસાલા ને સાંતળો. તેમાંથી તેલ છૂટું પડે તેની રાહ જોવો. હવે કુકર ખોલો અને શાકને કાઢી લો. તેને મિક્સરમાં અધકચરું પીસી લો. મસાલા શેકાઇ જાય ત્યારે તેમાં શાક અને મીઠું મિક્સ કરો. શાકમાં ઊભરો આવે એટલે તેમાં પનીર અને કોથમીર મિક્સ કરો. શાકને પાંચ મિનિટ સુધી ગેસ પર રહેવા દો. તૈયાર છે સાગ પનીર. તેને ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરો.

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version