Site icon News Continuous Bureau | Mumbai

Kashmiri Dum Aloo: આ રીતે ઘરે બનાવો ચટાકેદાર કાશ્મીરી દમ આલુ, ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે.

Kashmiri Dum Aloo: શાકમાં દરરોજ શું બનાવવું તે દરેક ગૃહિણીનો પ્રશ્ન છે. બાળકો અને ઘરના વડીલો બધાને ભાવે તેવું શાક હોય તો પરેશાની ઓછી થઈ જાય છે. બટાકા એવું શાક છે જે બધાને જ ભાવતું હોય. તો બટાકાનું કોઈ શાહી વર્ઝન ટ્રાય કરવું હોય તો કાશ્મીરી દમ આલૂ બેસ્ટ રહેશે. તેનો અદ્ભુત સ્વાદ તમારું દિલ જીતી લેશે. આવો જાણીએ બનાવવાની રીત

Kashmiri Dum Aloo: how to make restaurant style kashmiri dum aloo at home

Kashmiri Dum Aloo: how to make restaurant style kashmiri dum aloo at home

News Continuous Bureau | Mumbai 

Kashmiri Dum Aloo : ‘દમ આલૂ’ કાશ્મીર ની પ્રખ્યાત વાનગી (Kashmiri Dum Aloo) પૈકીની એક છે. કાશ્મીરી દમ આલૂ ઉતર ભારતમાં વ્યાપક રૂપે પસંદ કરવામાં આવતું શાક છે જેમાં બટાકાને દહીં અને મસાલાથી બનાવેલી ગ્રેવીમાં પકાવવામાં આવે છે. તેને પુરી, પરાઠા, રોટલી સાથે ગરમાગરમ પીરસવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે ઘરે કાશ્મીરી દમ આલૂ બનાવી શકો છો અને તેને ખાવાની મજા માણી શકો છો. આવો જાણીએ આ બનાવવાની સરળ રેસિપી-  

Join Our WhatsApp Channel

કાશ્મીરી દમ આલૂ માટેની સામગ્રી:

નાના કદના બટાકા – 8-10

તેલ – 2 ચમચી

કાશ્મીરી લાલ મરચું – 1 ચમચી

આદુ પાવડર – 1/2 ચમચી

ગરમ મસાલો – 1 ચમચી

કઢી પત્તા – 3

તજ – 2 ટુકડા 

જીરું પાવડર – 1 ચમચી

કાળી એલચી- 1

તમાલપત્ર ના 2-3 પાન

વરિયાળી પાવડર – 1 ચમચી

મેથીના પાન- 1 ચમચી

પાણી – જરૂરીયાત મુજબ

સ્વાદ માટે મીઠું

આ સમાચાર પણ વાંચો : Mission Aditya L1: સૂર્ય મિશન આદિત્ય L1 લોન્ચ, ISRO શા માટે સૂર્યનો અભ્યાસ કરવા માંગે છે? જાણો સંપુર્ણ વિગત.. વાંચો અહીં..

કાશ્મીરી દમ આલૂ કેવી રીતે બનાવશો:

સૌપ્રથમ કાંટાની મદદથી બટાકામાં નાના-નાના છિદ્રો બનાવીને બાફી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બાફેલા બટાકાને 10-15 મિનિટ સુધી ફ્રાય કરો જ્યાં સુધી તે ક્રિસ્પી ન થાય. એક અલગ કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં કાળી ઈલાયચી, તજ અને તમાલપત્ર નાંખો. પછી તેમાં કાશ્મીરી મરચાંનો પાવડર અને થોડું પાણી ઉમેરીને ગ્રેવી બનાવો. તૈયાર કરેલી ગ્રેવીમાં ક્રિસ્પી બટેટા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મીઠું અને થોડું પાણી નાખીને મિક્સ કરો. હવે તેમાં આદુ પાવડર, ગરમ મસાલો, જીરું પાવડર, વરિયાળી પાવડર અને મેથીના પાન નાખી ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. લો તૈયાર છે કાશ્મીરી દમ આલુ. તેને સર્વિંગ ડીશમાં કાઢીને પુરી, પરાઠા, રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

 

Rajkot Yellow Chutney Recipe હવે રાજકોટ ગયા વગર ઘરે જ માણો અસલ સ્વાદ! માત્ર ૧૦ મિનિટમાં તૈયાર કરો સ્પેશિયલ પીળી ચટણી આ છે હલવાઈનું અસલી સિક્રેટ!
Sharad Purnima Kesar Poha શરદ પૂનમ પર માત્ર ૧૫ મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ કેસરઈલાયચી દૂધ પૌઆ, પ્રસાદ માટેની સૌથી સરળ રેસિપી
Multigrain Flour Recipe બજારના પ્રોસેસ્ડ પેકેટને બદલે ઘરે બનાવો મલ્ટિગ્રેન લોટ, ઘઉં, રાગી, જવ, ચણા અને સોયાબીનનું સચોટ પ્રમાણ જાણી લો
Dussehra Lucky Food Recipes દશેરા પર સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવતી અનોખી વાનગીઓ જાણો કઈ રેસિપી આરોગવાથી નસીબ ચમકે છે
Exit mobile version