Site icon

Kheer Recipe : શ્રાદ્ધમાં આ ખીરનો પ્રસાદ બનાવીને પિતૃઓને ચઢાવો ભોગ, નોંધી લો સરળ રેસિપી..

Kheer Recipe : પિતૃ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજો પાસે આપણી ભૂલોની ક્ષમા માંગીએ છીએ અને તેમનું શ્રાદ્ધ, તર્પણ પણ કરીએ છીએ. પૂર્વજોના શ્રાદ્ધ વખતે ખીર બનાવવાની પરંપરા રહી છે.

Make gourd kheer in minutes, method here

Make gourd kheer in minutes, method here

News Continuous Bureau | Mumbai 

Kheer Recipe : શ્રાદ્ધ (Shradh) શરૂ થઈ ગયાં છે. શ્રાદ્ધમાં પૂર્વજોના તર્પણ માટે ખીર બનાવવાનું ખૂબ જ મહત્વ હોય છે. પિતૃ પક્ષ (Pitru paksha) એટલે કે શ્રાદ્ધ દરમિયાન, લોકો તેમના પૂર્વજોને મોક્ષ પ્રદાન કરવા માટે પ્રસાદ અને ધાર્મિક વિધિઓ સાથે બ્રાહ્મણોને સાત્વિક ભોજન કરાવે છે. આ ભોજનમાં બ્રાહ્મણોને ખીર (kheer) ચોક્કસપણે પીરસવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તમામ વાનગીઓમાં ખીરને શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મીઠી ખીર ખાવાથી બ્રાહ્મણો, પિતૃઓ અને દેવતાઓ તૃપ્ત થાય છે. સામાન્ય રીતે શ્રાદ્ધ દરમિયાન ઘરોમાં ચોખાની ખીર બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે દૂધી ની ખીર (bottle Gourd Kheer) બનાવી શકો છો. આ ખીર બનાવવી ખૂબ જ સરળ છે અને તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે.

Join Our WhatsApp Community

દૂધી ની ખીર બનાવવા માટેની સામગ્રી-

-1 કપ છીણેલી દૂધી
-2 કપ દૂધ
-1/2 ચમચી એલચી પાવડર
– 1 ટેબલસ્પૂન સમારેલા ડ્રાયફ્રૂટ્સ
– 1 ચમચી દેશી ઘી
-1/2 કપ ખાંડ

આ સમાચાર પણ વાંચો : Ramayan: નીતીશ તિવારી ની ‘રામાયણ’ માં માતા સીતા ના રોલ માં સાઉથ ની આ અભિનેત્રી ની થઇ એન્ટ્રી, જાણો ક્યારથી શરૂ થશે શૂટિંગ

દૂધીની ખીર બનાવવાની રીત-

દૂધીની ખીર બનાવવા માટે, સૌપ્રથમ દૂધીની છાલ કાઢી, તેને ધોઈ, છીણીને એક બાઉલમાં અલગ રાખો. હવે એક ઊંડા તળિયાવાળા વાસણમાં દૂધ નાખી મધ્યમ તાપ પર ગરમ કરવા રાખો. એક-બે વાર દૂધ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. હવે એક પેનમાં 1 ચમચી દેશી ઘી નાખીને ગરમ કરો. આ ઘીમાં છીણેલી દૂધી ઉમેરો અને જ્યાં સુધી દૂધી બરાબર પાકી ન જાય ત્યાં સુધી પકાવો.

જ્યારે દૂધી પાકી જાય અને નરમ થઈ જાય, ત્યારે તેમાં ગરમ ​​કરેલું દૂધ ઉમેરો અને ચમચાની મદદથી મિક્સ કરતી વખતે ધીમી આંચ પર થવા દો. ક્યારેક-ક્યારેક મોટી ચમચીની મદદથી ખીરને હલાવતા રહો. દૂધ બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ખીરને રાંધવાની છે. આ પછી દૂધમાં સ્વાદ મુજબ ખાંડ અને એલચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. આ પછી, ખીરમાં ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો અને તેને વધુ 3-4 મિનિટ સુધી ચડવા દો. આ પછી, ગેસ બંધ કરો અને એક મોટા સર્વિંગ બાઉલમાં ખીરને કાઢો અને ઉપર ડ્રાય ફ્રૂટ્સથી ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ દૂધીની ખીર. 

Paneer chilla Recipe :સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પનીર ચિલ્લા રેસીપી: ૧૫ મિનિટમાં બનાવો હેલ્ધી બ્રેકફાસ્ટ!
Monsoon Recipe: વરસાદની મોસમમાં ચા સાથે ખાવા માટે બેસ્ટ, આ રેસીપીથી તમારા મિક્સ વેજ ભજીયા બનશે એકદમ કરકરા!
Mumbai Vada Pav Recipe : ઘરે બનાવો મુંબઈ સ્ટાઈલ વડાપાઉં: આ રેસિપીથી મળશે લારી જેવો ચટાકેદાર સ્વાદ!
Gujarati Idada Recipe:ઇદડા રેસીપી: ઘરે જ બનાવો રૂ જેવા પોચા ઇદડા; લોકો વખાણ કરતા થાકશે નહીં
Exit mobile version