News Continuous Bureau | Mumbai
Pearl Millet soup : શિયાળાની ઋતુ (Winter season) માં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે જે ગરમ હોય છે અને શરીરને પણ ગરમ રાખે છે. શરીરને ગરમ રાખવા માટે તમે બાજરી ની રાબ (Bajra Raab) બનાવી શકો છો. આ એક રાજસ્થાની વાનગી છે, જે ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે. તે ગોળ અને બાજરીના લોટને મિક્સ કરીને બનાવવામાં આવે છે. તેને દેશી સૂપ (Soup/ પણ કહેવામાં આવે છે. જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં અને ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
બાજરી ની રાબ કેવી રીતે બને છે?
બાજરી ની રાબ બનાવવા માટે તમારે જરૂર પડશે…
4 ચમચી બાજરીનો લોટ
1 ચમચી ગોળ પાવડર
1 ચમચી સૂકા આદુનો પાવડર
2 કપ પાણી
1 ચમચી ડ્રાયફ્રુટ
આ સમાચાર પણ વાંચો : નેહા મલિકે એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ, અભિનેત્રી ની લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો થઇ વાયરલ
અડધી ચમચી મીઠું
એક ચમચી આદુ પાવડર
1 ચમચી અજવાઈન
2 ચમચી ઘી
બાજરી ની રાબ બનાવવાની રીત
બાજરી ની રાબ બનાવવા માટે પહેલા એક મોટા વાસણમાં ઘી ગરમ કરો અને પછી તેમાં અજવાઇન ના દાણા નાખીને સારી રીતે રોસ્ટ કરી લો. જ્યારે અજવાઇન ઘીમાં સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં બાજરીનો લોટ નાખીને પકાવો. તેને સારી રીતે શેકો. હવે તેમાં ગોળ, થોડું મીઠું, આદુ પાવડર અને પાણી ઉમેરો. હવે આ મિશ્રણને સારી રીતે પકાવો. ધ્યાનમાં રાખો કે તેમાં કોઈ ગઠ્ઠો ન હોવો જોઈએ. તે ઉકળે પછી, આ મિશ્રણને માત્ર 5 મિનિટ માટે પકાવો. પછી બાજરીના રાબમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી સર્વ કરો.