News Continuous Bureau | Mumbai
Surati Ghari : ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે. તેને બનાવવાની રીત એકદમ સરળ છે અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે. ઘારીનું બહારનું ક્રિસ્પી લેયર લોટનું બનેલુ હોય છે અને તેમાં પુષ્કળ માત્રામાં ઘી હોય છે. તમે ઘીના બદલે કાજુ, પિસ્તા કે કેસર પણ વાપરી શકો છો. માવા અને ડ્રાયફ્રુટ સ્ટફિંગથી ભરેલી આ મીઠાઈ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો તમે પણ બનાવો આ સ્વાદિષ્ટ સ્વીટ અને તેનો સ્વાદ માણો.
Surati Ghari : સુરતી ઘારી માટે સામગ્રી
- માવો
- ખાંડ
- બદામ
- પિસ્તા
- ચણાનો લોટ
- ઘી
- એલચી
- 8-10 કેસર
- મેંદો
- પાણી
આ સમાચાર પણ વાંચો : NEET UG 2024 Row : સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સિલિંગ પર પ્રતિબંધ કર્યો મૂકવાનો ઇનકાર, આ સંસ્થા ને ફટકારી નોટિસ
Surati Ghari : સુરતી ઘારી બનાવવાની રેસિપી..
સ્ટેપ-1
સૌ પહેલા ગેસ પર એક કડાઈમાં મોરો માવાને શેકીને બીજા એક વાસણમાં કાઢી લો.
સ્ટેપ-2
હવે એ જ કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાના લોટને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
સ્ટેપ-3
હવે તેમાં પીસેલી બદામ,પિસ્તા,એલચી પાવડર નાખીને મિક્સ કરીને ત્રણ મિનિટ શેકી લો.
સ્ટેપ-4
હવે શેકેલા મિશ્રણને માવા સાથે મિક્સ કરીને સ્ટફિંગ મિશ્રણને ઠંડુ થવા માટે એક બાજુ મૂકી દો.
સ્ટેપ-5
કેસરના તાંતણાને દળેલી ખાંડમાં મિક્સ કરીને તૈયાર સ્ટફિંગના નાના લુવા બનાવીને ઘારીનો આકાર આપો. તૈયાર છે સુરતની ફેમસ સુરતી ઘારી,તમે સર્વ કરી શકો..
 
			         
			         
                                                        