News Continuous Bureau | Mumbai
બાફેલા ચણાના ટોસ્ટ એક પાવર-પેક્ડ નાસ્તો છે. સવારે આને ખાવાથી પેટ ભરેલું લાગે છે અને જલ્દી ભૂખ નથી લગતી. બાફેલા ચણા, શાકભાજી, લીંબુનો રસ અને ચાટ મસાલા સાથેની આ વાનગી ખાવામાં સ્વાદિષ્ટ પણ છે, અને ચણા પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે હાઈ-પ્રોટીન નાસ્તો પણ છે.
સામગ્રી
1/2 કપ ચણા
2 ચમચી સમારેલી ડુંગળી
1 ચમચી સમારેલા ટામેટા
1 ટીસ્પૂન લીલું મરચું સમારેલું
1 ટીસ્પૂન લીલા ધાણા
મીઠું સ્વાદ મુજબ
ચાટ મસાલો
2 બ્રેડ સ્લાઈસ
બટર
આ સમાચાર પણ વાંચો : રેસિપી: સવારના નાસ્તામાં બનાવો સોજીના ચિલ્લા, જલ્દી બની જશે આ ટેસ્ટી નાસ્તો
રીત
ચણામાં મીઠું નાખી ને બાફી લો. બાફેલા ચણા ને એક બાઉલમાં કાઢીને તેમાં ડુંગળી, ટામેટા, લીલા મરચા, લીલા ધાણા ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ અને ચાટ મસાલો ઉમેરો અને બધું બરાબર મિક્સ કરો. બ્રેડની બે સ્લાઈસ બેક કરો અને દરેકને વચ્ચેથી કાપી લો. બ્રેડની સ્લાઈસ પર બટર લગાવો. ઉપર ચણા અને શાકભાજીનું મિશ્રણ નાખો અને માણો બાફેલા ચણાના ટોસ્ટ નો સ્વાદ. આને તમે ઉપર ચીઝ નાખીને પણ ખાઈ શકો છો અને ધાણાની લીલી ચટણી કે ટામેટાના કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો.