Site icon

સાવધાન, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, ટેક્સપેયર્સ માટે ગાઈડલાઈન જાહેર

આવકવેરા વિભાગે 'તપાસ'ના દાયરામાં લેવાના કેસો અંગે ગાઈડલાઈન જારી કરી છે.

News Continuous Bureau | Mumbai

આવકવેરા વિભાગ (Income Tax Department) એ ‘તપાસ’ના દાયરામાં લેવાના કેસો અંગે ગાઈડલાઈન જારી કરી છે. આ અંતર્ગત વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ ન આપનારા કરદાતાઓ (Taxpayers) ના કેસની ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે. વિભાગ એેવા કેસોની પણ તપાસ કરશે જ્યાં કોઈપણ લો ઈનફોર્સમેન્ટ એજેન્સી અથવા રેગ્યુલેટરી ઓથોરેટી દ્વારા ટેક્સ ચોરી સંબંધિત ચોક્કસ માહિતી પ્રદાન કરવામાં આવી હોય.

Join Our WhatsApp Community

ગાઈડલાઈન મુજબ, ટેક્સ અધિકારીઓ (Tax Officers) એ આવક (Income) માં વિસંગતતા અંગે ટેક્સપેયર્સને 30 જૂન સુધીમાં ઈનકમ ટેક્સ એક્ટ (Income Tax Act) ની કલમ 143(2) હેઠળ નોટિસ મોકલવી પડશે. તેના પછી, ટેક્સપેયર્સને આ સંબંધમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવા પડશે.

NFFC માં પણ મોકલવામાં આવ્યા કેસ

તેમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં એક્ટની કલમ 142(1) હેઠળ નોટિસના જવાબમાં કોઈ રિટર્ન આપવામાં આવ્યું નથી, તો આવા કેસને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NaFAC) ને મોકલવામાં આવશે, જે આગળની કાર્યવાહી કરશે.

કલમ 142(1) હેઠળ ટેક્સ અધિકારીઓને નોટિસ આપવાનો અધિકાર

કલમ 142(1) ટેક્સ અધિકારીઓને રિટર્ન દાખલ કરવાની સ્થિતિમાં એક નોટિસ જારી કરવાની અને સ્પષ્ટીકરણ અથવા જાણવારી માગવાનો અધિકાર આપે છે.  એવા કિસ્સામાં જ્યાં રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી, તેમને નિયત રીતે જરૂરી માહિતી આપવાનું કહેવામાં આવે છે.

આવકવેરા વિભાગ (Income Tax Department) એવા કેસોની કન્સોલિડેટેડ લિસ્ટ જારી કરશે જેમાં કમ્પીટેન્ટ ઓથોરિટી દ્વારા છૂટને રદ અથવા પરત કરવા છતાય ટેક્સપેયર્સ આવકવેરા મુક્તિ અથવા કપાતની માગ કરે છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કાયદાની કલમ 143(2) હેઠળ NAFAC દ્વારા કરદાતાઓને નોટિસ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ટેક્સપેયર્સને અનેક વખત નોટિસ ફટકારવામાં આવે છે. છતાય ટેક્સપેયર્સ તે નોટિસને ગંભીરતાથી નથી લેતા. તેથી આવા ટેક્સપેયર્સ માટે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જો આગળથી પણ આવું કરવામાં આવે છે તો ગંભીર પરિણામ ભોગાવવા પડી શકે છે.

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Gold Price: મોટો ઉછાળો! સોનાના ભાવમાં ₹૨૦૦૦નો વધારો, ચાંદી ₹૩૩૦૦ મોંઘી! આગળ ભાવ ક્યાં સુધી જશે? જાણો એક્સપર્ટનો મત
Exit mobile version