ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
21 ડિસેમ્બર 2020
ડિજિટલ મીડિયાએ વિશ્વને એક ગામડાંમા સમાવી લીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લોકો આ પ્લેટફોર્મ્સ પર કેરિયર બનાવી અઢળક કમાણી કરી રહ્યાં છે. જેમાં એક ગૃહિણીથી લઈને ટાબરિયાઓનો સમાવેશ થાય છે. જેનું ઉત્તમ ઉદાહરણ YouTube છે.
અમેરિકાના ટેક્સાસમાં રહેતો 9 વર્ષનો રાયન કાઝી યૂટ્યૂબ પર રમકડા અને ગેમ્સને અનબૉક્સ કરે છે અને તેના રિવ્યૂ આપે છે. તે વર્ષ 2020માં માત્ર YouTubeથી 29.5 મિલિયન ડૉલર્સ એટલે કે 221 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂક્યો છે. આ સિવાય બ્રાન્ડેડ ટૉય અને ક્લોથિંગ થકી આ ટેણીયાએ 200 મિલિયન ડૉલર્સની કમાણી કરી છે.
કાઝી ની સૌથી લોકપ્રિય વીડિયો હ્યૂઝ એગ્સ સરપ્રાઈઝ ટૉય ચેલેન્જના 2 બિલિયનથી વધુ વ્યૂઝ છે. રાયને વર્ષ 2015માં વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતુ. રાયનની લોકપ્રિયતાને જોતા અનેક ટૉય કંપનીઓ તેની પાસે આવે છે અને રાયન લેટેસ્ટ ટૉય અનબૉક્સ કરે છે અને રિવ્યૂ આપે છે. જ્યારે YouTube પર કરોડો લોકો તેના આ વીડિયો જુએ છે.Highest Paid Youtuber છે.
