News Continuous Bureau | Mumbai
ઘણાં લોકો નોકરી-ધંધા(job) માટે સારી એવી કમાણી કરવા માટે કેનેડા(Canada) જવાનું પસંદ કરતા હોય છે. કારણ કે, કેનેડા એક ખુબ ખુશ મિઝાઝ અને શાંતિપ્રિય દેશ(Peaceful country) છે. જ્યાં દુનિયાભરથી લોકો આવીને રહે છે. અને રોજગાર ધંધો(Employment Business) કરતા હોય છે. જોકે, કેનેડા જવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે.
મલ્ટીપલ સ્કિલ(Multiple skills) ધરાવતા લોકોને કેનેડા જવા માટે વધારે સરળતા રહે છે. જે અંતર્ગત કેનેડાના ઇમિગ્રેશન વિભાગે(Immigration Department) એક ખાસ માર્ગદર્શિકા(guidelines) પણ જાહેર કરી છે. IRCCએ ૨૭ જુલાઈના રોજ એક યાદીમાં જણાવ્યું હતું કે તેના ૨૯ જુલાઈના એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં(Express Entry Draw) ૧,૭૫૦ ઉમેદવારને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ માટે લઘુત્તમ સ્કોર(Minimum score) એટલે કે કટ ઓફ ૫૪૨ પોઇન્ટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો. કેનેડાના ઈમિગ્રેશન વિભાગે જાણાવ્યું હતું કે, CEC અને પ્રોવિન્શિયલ નોમિની પ્રોગ્રામ(Provincial Nominee Program) (PNP)ના યોગ્યતા ધરાવતા ઉમેદવારો ઉપરાંત FSWP માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવા આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે એ જ ભૂલ રીપીટ કરી જેને કારણે શિવસેના તૂટી- શિંદે સમર્થકોને બોલવાનો મોકો મળ્યો
ફેડરલ સ્કીલ્ડ ટ્રેડ્સ પ્રોગ્રામ(Federal Skilled Trades Program) (FSTP)માટે શા માટે IRCC કોઈ ઉમેદવારો જાહેર કરતું નથી તે અંગે લોકો અવાર-નવાર જાણકારી મેળવવા માગતા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જે ઉમેદવારો એક કરતાં વધારે પ્રોગ્રામ માટે યોગ્યતા ધરાવે છે તેમને IRCC દ્વારા CEC આમંત્રણ પાઠવવામાં અગ્રતા આપે છે. કેનેડાના ફેડરલ ઈમિગ્રેશન વિભાગે તાજેતરમાં જ બે એક્સપ્રેસ એન્ટ્રી ડ્રોમાં આમંત્રિત કરાયેલા ફેડરલ સ્કીલ્ડ વર્કર પ્રોગ્રામ અને કેનેડિયન એક્સપિરીયન્સ ક્લાસ ઉમેદવારોને લગતી પ્રાથમિક માહિતી જાહેર કરી છે. ઈમિગ્રેશન, રેફ્યુઝી, અને સિટીઝનશીપ કેનેડા એ છેલ્લા ૧૮ મહિમાં તેના સૌ પ્રથમ ઓલ-પ્રોગ્રામ ડ્રોનું ગત ૬ઠ્ઠી જુલાઈના રોજ આયોજન કર્યું હતું. આ ડ્રો અંતર્ગત કેનેડિયન ઈમિગ્રેશન માટે ૧,૫૦૦ ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. ઉમેદવારોએ આ આમંત્રણ પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા ૫૫૭ પોઇન્ટનો સ્કોર હોવો જરૂરી બને છે.
FSWP અને CEC બન્ને માટે ઉમેદવારો લાયકાત ધરાવે છે ત્યારે IRCC તેમને આમંત્રણ આપે છે, અથવા તો તેઓ FSTP સહિત તમામ ત્રણ પ્રોગ્રામ્સ માટે તેઓ યોગ્યતા ધરાવે છે. આ નિર્ણય લેવા પાછળનું કારણ ટાંકી IRCCએ કહ્યું કે CEC ઉમેદવારોએ ઈમિગ્રેશન માટે અરજી કરવા ભંડોળને લગતા કોઈ પૂરાવાની જરૂર નથી, જ્યારે FSWP અને FSTP ઉમેદવારો કેનેડાની જોબ વગર ઓફર કરી શકે છે.એવા ઉમેદવારો કે જે CEC મારફતે બન્ને માટે અરજી કરવાની યોગ્યતા ધરાવે છે તે બાબત વધારે ઈચ્છનીય છે. IRCCએ એમ પણ જણાવ્યું હતું કે જો લાયકાત ધરાવતા હોવાના સંજોગોમાં અન્ય પ્રોગ્રામ્સ માટે પણ FSTP ઉમેદવારો રહેશે. અલબત તેમનો સ્કોર્સ કેનેડિયન ઈમિગ્રેશન માટે અરજી કરવા જેટલો ઉંચો ન હતો.
આ સમાચાર પણ વાંચો : PM મોદીએ બદલી નાખ્યા બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના DP- જુઓ શું રાખ્યું
IRCCનાવર્તમાન બહુ-વર્ષિય ઈમિગ્રેશન લેવલ પ્લાન પ્રમાણે તે પોતાના ૨૦૨૩ના ઈમિગ્રેશનને લગતા લક્ષ્યાંકોને પૂરા કરવા તમામ પ્રોગ્રામમાંથી ઉમેદવારોને આમંત્રણ આપવાનું જાળવી રાખશે. તેમના આમંત્રણનો પ્રતિભાવ આપનાર ૮૦ ટકા ઉમેદવારો છ મહિનામાં નિર્ણય લે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.