News Continuous Bureau | Mumbai
વરસાદની મોસમમાં સરળતાથી મળતી મકાઈનો સ્વાદ સૌ ને પસંદ હોય છે.. શેકેલી મકાઈ ખાવાનું દરેકને પસંદ હોય છે. તમને જણાવી દઈએ કે મકાઈ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તેમાં વિટામિન, મિનરલ્સ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મકાઈ ના રેશા પણ એટલા જ ફાયદાકારક છે. આપણામાંના મોટાભાગના તેમને નકામું ગણી ને ફેંકી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે મકાઈના રેશા માં પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન B2, વિટામિન C, વિટામિન K જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ મકાઈ ના રેશા ના ફાયદાઓ વિશે.
કોલેસ્ટ્રોલ-
મકાઈમાં મિનરલ્સ અને વિટામિન્સ જેવા ગુણ હોય છે, જે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. મકાઈના રેશા નું સેવન ધમનીઓમાં એકઠા થયેલા કોલેસ્ટ્રોલને દૂર કરવાનું કામ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : કાકરાપાર ડેમ રંગાયો આઝાદી કા અમૃત મહોત્સવના રંગે- પાણીમાં પણ જાણે દેશપ્રેમનો ધોધ વહ્યો- જુઓ નયનરમ્ય દ્રશ્યો
ડાયાબિટીસ-
મકાઈ ના રેશા ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં રહેલા ગુણો ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
પાચન-
મકાઈનું સેવન કરવાથી પાચનક્રિયા સારી રહે છે. મકાઈના રેશા માં ફાઈબર મળી આવે છે, જે પાચન માટે સારું માનવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ-
મકાઈના રેશા માં વિટામિન સી જેવા ગુણો જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ શરીરને ઘણા ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે.