News Continuous Bureau | Mumbai
આમ તો લોકો પ્રાણી સંગ્રહાલય(Zoo) અથવા નદી(River)માં હાજર મગર(Crocodile) ની નજીક જતા પણ ડરે છે, પરંતુ આ વ્યક્તિએ કંઈક એવું કર્યું છે કે જેને જોઈને લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા છે.
વાસ્તવમાં, સોશિયલ મીડિયા(Social media) પર શેર કરાયેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક યુવક 2-5 વર્ષના નાના બાળકની જેમ એક 5 ફૂટ લાંબા વિશાળકાય મગરને કાંખમાં તેડીને બજારમાં નીકળે છે. રસપ્રદ વાત એ છે કે યુવકે મગરને પોતાના ખોળામાં લીધો અને મગરે તેના પર હુમલો પણ ન કર્યો, તે એકદમ શાંત બેસી રહ્યો.
આ સમાચાર પણ વાંચો : લગ્નેત્તર સંબંધનો કરુણ અંજામ- પત્નીએ પતિને આપી એવી સજા- જાણીને થથરી જશો
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક(Facebook) પર શેર કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો આફ્રિકા(Africa)નો છે. પરંતુ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.