News Continuous Bureau | Mumbai
આજે, મોટાભાગના ઘરોમાં વિવિધ પ્રકારના પાલતુ કૂતરા(Pet Dog)ઓ જોવા મળે છે. તેઓ મનુષ્ય પ્રત્યે વફાદાર પણ માનવામાં આવે છે. તે પરિવાર(Family)ની દરેક હરકત પર નજર રાખતા હોય છે અને તે પ્રમાણે બહુ ઝડપથી શીખી જતા હોય છે. અમે આવા જ એક ડોગી(Pet Dog) વિશે વાત કરી રહ્યા છીએ, જે ગુજરાતી પરિવાર(Gujrati Family) સાથે રહીને ગુજરાતી બની ગયો છે.
ધ કટપ્પા(thekattappa)ના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલ ડોગીનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે તેની માલકણ સાથે ગરબાની ધૂન પર ડાન્સ(Dance) કરતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ છોકરી ગરબા(Garba) કરે છે તેમ તેમ તે ડોગી પણ તેને ફોલો કરે છે. આમ, એકપછી એક ગીત પર ગરબા કરતો જોવા મળી રહ્યો છે. યુઝર્સને આ વિડીયો ખૂબ પસંદ આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પુણે શહેરમાં જોવા મળ્યા ચોંકાવનારા દ્શ્યો- લાગ્યા પાકિસ્તાન જિંદાબાદ ના નારા- જુઓ વિડીયો
તમને જણાવી દઈએ કે આ ડોગીનું નામ કટપ્પા છે અને તેનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કટપ્પાના નામથી એકાઉન્ટ પણ છે. એટલા માટે લોકોએ ડોગીના નામને લઈને ઘણી ફની કોમેન્ટ્સ કરી છે. વીડિયોને હજારોથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.