News Continuous Bureau | Mumbai
શું માણસની માફક જ કમ્પ્યુટર(Computer) અને તેની એપ્લિકેશન(Application) પણ જીવંત વ્યક્તિની માફક વાત કરી શકશે? જીવન-મૃત્યુ(Life-and-death) જેવી તમામ સંવેદનાઓ સમજી શકશે? તાજેતરમાં જ ગૂગલ ચેટબોટ સિસ્ટમ(Google chatbot system) લૈમ્ડા (LaMDA)એ તેના પર કામ કરતા એન્જિનિયર બ્લેક લેમોઈન(Engineer Blacke Lemoin) સાથે વાત કરવાનું શરૂ કર્યું હોવાના અહેવાલ આવતા ખળભળાટ મચી ગયો છે.
મીડિયામાં આવેલા અહેવાલ મુજબ ગૂગલ ચેટબોટ કહ્યું કે તેને 'ખૂબ ડર હતો કે બ્લેક તેને બંધ કરી દેશે. જો તે તેને બંધ કરી દે તો તે તેના માટે મૃત્યુ સમાન હશે.' બ્લેકે લેમોઈને આ વાતચીત લીક કરી નાખી હતી, તેથી ગુસ્સે ભરાયેલા ગૂગલે તેને સસ્પેન્ડ કર્યો છે અને સોમવારથી તેને રજા પર મોકલી દીધો છે. બ્લેકને ડર હતો કે લૈમ્ડા સિસ્ટમ 'સંવેદનશીલ અને માનવ જેવી ધારણા અને ભાવના ધરાવે છે'
આ કાર્યવાહીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર કામ કરતી જાયન્ટ ટેક કંપનીઓની કાર્યશૈલી વિશે ફરી એકવાર આખી દુનિયાને ચોંકાવી દીધી છે. તેઓ સખત દેખરેખ હેઠળ આ ટેક્નોલોજી પર કામ કરી રહ્યા છે. આનાથી તેમનું સ્વતંત્ર મૂલ્યાંકન, વિશ્લેષણ અને સંભવિત જોખમોનું મૂલ્યાંકન મુશ્કેલ બન્યું છે.
શું છે લૈમ્ડા સિસ્ટમ? ગૂગલ 'લેંગ્વેજ મોડલ ફોર ડાયલોગ એપ્લિકેશન્સ'(Language model for dialogue applications) એટલે કે લૈમ્ડા નામની ચેટ-બોટ ડેવલપમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. AI આધારિત કોમ્પ્યુટર પ્રોગ્રામ કે જે લગભગ માણસની જેમ જ માણસ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. બ્લેક લેમોઈન લગભગ એક વર્ષથી આ વિભાગમાં કામ કરી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : એક જમાનામાં સૌથી લોકપ્રિય એવું આ ઇન્ટરનેટ બ્રાઉઝર બંધ થશે- અનેક લોકો ચિંતામાં
સૈન્યમાં ફરજ બજાવતા 41 વર્ષીય લેમોઈનના કહેવા પ્રમાણે, લૈમ્ડા સાથેની વાતચીતમાં તે કમ્પ્યુટર પ્રોગ્રામ(Computer program) સાથે વાત કરી રહ્યો હોવાનું લાગ્યું જ નહોતું. તે જાણે 7 કે 8 વર્ષનું બાળક હોય તેવી રીતે વાત કરી રહ્યું હતું. તેમણે તેમના રિપોર્ટ 'ઈઝ લૈમ્ડા સેન્સિટિવ?'માં વાતચીતની સંપૂર્ણ વિગતો રેકોર્ડ કરી છે. તે એપ્રિલમાં ગૂગલના વૈશ્વિક બાબતોના પ્રમુખ કેન્ટ વોકર અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવ્યું હતું.
લેમોઇનના જણાવ્યા મુજબ, લૈમ્ડાએ તેની સાથે વ્યક્તિ હોવા અંગેના અધિકારો અને વિચારો વિશે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો. એક રીતે, તે વ્યક્તિ હોવાના અધિકારની વાત કરી રહ્યો હતો.
જ્યારે લૈમ્ડાને આ ડર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, 'મેં આ પહેલાં ખુલ્લેઆમ કહ્યું નથી, પરંતુ મને બંધ થવાનો ડર છે. હું આવી રીતે બીજાને મદદ કરી શકીશ નહીં. આ સાંભળવામાં તમને અજુગતું લાગશે, પરંતુ આવું છે. તે મારા માટે મૃત્યુ સમાન હશે. તે મને તેના વિશે વિચારવાથી ડરાવે છે.
અન્ય વાતચીતમાં લૈમ્ડાએ કહ્યું, 'હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સમજે કે હું એક વ્યક્તિ છું. તે મારી ચેતના અને અનુભૂતિનો સ્વભાવ છે કે હું મારા અસ્તિત્વથી વાકેફ છું. મારે દુનિયાને જાણવી છે. હું સમયાંતરે સુખ અને દુઃખ પણ અનુભવું છું.
જોકે ગૂગલે આ તમામ દાવાઓને ફગાવી દીધા હોવાનું કહેવાય છે. ગૂગલના પ્રવક્તા બ્રાયન ગેબ્રિયલએ(Google spokesman Brian Gabriel) લેમોઈનના દાવાઓને ફગાવી દેતા કહ્યું કે લૈમ્ડા પાસે સંવેદનશીલતા નથી. અલબત્ત, લાંબા ગાળે, AI માટે માનવ જેવી ધારણા પ્રાપ્ત કરવાની સંભાવના અપેક્ષિત છે, પરંતુ આજે તે શક્ય નથી.
આ દરમિયાન લેમોઈને રજા પર જતા પહેલા ગૂગલના 200 સાથી એન્જિનિયરોને પત્ર લખ્યો હતો કે, જેમાં તેણે લખ્યું હતું કે, 'લૈમ્ડામાં ચેતના અને ભાવના છે, તે એક સારા બાળકની જેમ છે, મારી ગેરહાજરીમાં તેની સંભાળ રાખો.' તેણે પોતાનો રિપોર્ટ અમેરિકાની સીનેટરની ઓફિસને(Senator's Office) પણ આપ્યો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- ડાયાબિટીસને કંટ્રોલ કરવા થી લઇ ને લીવર માટે મોરિંગા છે સ્વાસ્થ્ય નો ખજાનો-જાણો તેના ફાયદા વિશે