News Continuous Bureau | Mumbai
ભોજનનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કસૂરી મેથી(Kasuri Methi) નો ઉપયોગ દરેક રસોડામાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કસૂરી મેથી ખાવામાં માત્ર સ્વાદ જ નથી વધારતી પણ સ્વાસ્થ્ય સંબંધિત (health benefits) ઘણી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. કસૂરી મેથીને આયુર્વેદમાં ઔષધિ (Medicine) ગણવામાં આવે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે થાય છે. તો ચાલો જાણીએ કસૂરી મેથીનું સેવન કરવાથી મહિલા(womens)ઓની કઈ 3 સમસ્યાઓ દૂર થાય છે.
ગર્ભાવસ્થા પછી પણ છે ફાયદાકારક
જે સ્ત્રીઓ બાળકોને સ્તનપાન(Baby feed) કરાવતી હોય તેઓએ કસૂરી મેથીનું સેવન ચોક્કસ કરવું જોઈએ. કસૂરી મેથીમાં રહેલા તત્વો માતાનું દૂધ(Mother Milk) વધારવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો: માત્ર એક માસની બાળકીના પેટમાંથી મળી એવી વસ્તુ- કે ડોક્ટરો પણ થઈ ગયા અવાક- કહ્યું- આવો કેસ તો દુનિયામાં પહેલી વખત
એનિમિયા અટકાવો
ભારત(India) માં મોટાભાગની મહિલાઓ(women) એનિમિયા(Anemia)થી પીડાય છે. આવી મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન(Iron) હોય છે, જે શરીરમાં હિમોગ્લોબિન(Hemoglobin)નું સ્તર વધારે છે. જો શરીરમાં લોહીની ઉણપ છે, તો તમારા આહારમાં કસૂરી મેથીનો ચોક્કસપણે સમાવેશ કરો.
ઈન્ફેક્શનથી બચાવે છે-
કસૂરી મેથીનું સેવન પેટના ઈન્ફેક્શન(Stomach infection)થી બચવા ઉપરાંત હાર્ટ, ગેસ્ટ્રિક અને આંતરડાની સમસ્યાઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. જો કોઈ સ્ત્રીને પેટ સંબંધિત કોઈ સમસ્યા હોય તો કસૂરી મેથીના પાનને સૂકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરમાં લીંબુના થોડા ટીપા ઉમેરો અને તેને ઉકાળેલા પાણી સાથે લો.
આ સમાચાર પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં છત્તીસગઢના મંત્રી ટીએસ સિંહ દેવનો જોવા નવો અવતાર, પ્રચાર માટે કર્યો જબરદસ્ત ડાન્સ.. જુઓ વીડિયો