News Continuous Bureau | Mumbai
ફળો અને શાકભાજી સ્વાસ્થ્ય (health) માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. કારણ કે તેમાં અનેક પ્રકારના પોષક તત્વો જોવા મળે છે. અને કેટલાક ફળ(fruits) એવા છે જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેથી ભરપૂર માનવામાં આવે છે. સ્ટાર ફ્રૂટ (star fruit) પણ તેમાંથી એક ફળ છે.સ્ટાર ફ્રૂટ (star fruit) ને કમરખ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટાર ફ્રૂટ (star fruit) દેખાવમાં તારા જેવું હોય છે. આ ફળ દેખાવમાં જેટલું સુંદર છે એટલું જ ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.સ્ટાર ફ્રૂટ ને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે. તેમાં વિટામિન બી, વિટામિન સી, સોડિયમ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરના ગુણો હોય છે. તે મોટે ભાગે સ્વાદમાં ખાટું હોય છે પરંતુ તેની કેટલીક જાતો મીઠી પણ હોય છે. તો ચાલો જાણીએ સ્ટાર ફ્રુટ (star fruit) ખાવાના ફાયદા વિશે.
1. રોગપ્રતિકારક શક્તિ-
રોગપ્રતિકારક શક્તિને (imunnity) મજબૂત કરવા માટે વિટામિન સી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પોષક તત્ત્વો અને વિટામિન સી(vitamin c)થી ભરપૂર એવા સ્ટાર ફ્રૂટના સેવનથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અને ઉર્જાનું સ્તર વધારી શકાય છે.
2. ડાયાબિટીસ (diabities)-
ડાયાબિટીસ (diabities) એક એવો રોગ છે જેને આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને નિયંત્રિત કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સ્ટાર ફ્રુટનું (star fruit)સેવન ફાયદાકારક છે. તે રક્ત ખાંડ અને ઇન્સ્યુલિનના સ્તરને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે.
3. કબજિયાત-
સ્ટાર ફ્રૂટમાં (star fruit) ફાઈબર સારી માત્રામાં જોવા મળે છે, જે કબજિયાત, પેટનો દુખાવો, પાચન સંબંધી સમસ્યાઓમાં રાહત આપવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે સ્ટાર ફ્રૂટનું (star fruit) સેવન કરી શકો છો.
4. સ્થૂળતા-
જો તમે સ્થૂળતાની(weight) સમસ્યાથી પરેશાન છો, તો તમારા આહારમાં સ્ટાર ફ્રૂટનો (star fruit) સમાવેશ કરો. તેમાં કેલરીની માત્રા ઘણી ઓછી હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.
5. ત્વચા-
સ્ટાર ફ્રૂટનું (star fruit) સેવન કરીને ત્વચા(skin) અને વાળ (Hair)ને સ્વસ્થ રાખી શકાય છે. વિટામીન B અને Cની સાથે સ્ટાર ફ્રૂટમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: શું ખરેખર ચોખા, ઘી અને કેરી શરીર માટે છે બિનઆરોગ્યપ્રદ ખોરાક? જાણો શું છે હકીકત