News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) એવી ઘણી જગ્યાઓ આવેલી છે જ્યાં હનુમાનજીના ભવ્ય મંદિરો(Hanuman Temple) આવેલા છે. પરંતુ સૌથી વધુ શ્રદ્ધા અને આસ્થાનું(faith and belief) કેન્દ્ર હોય તો તે છે સાળંગપુર(Salangpur) કષ્ટભંજન(Kashtabhanjan) હનુમાન દાદાનુ મંદિર. બોટાદ જિલ્લામાં(Botad District) આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ભીમ અગિયારસ(Bhim Agiyaras) અને શનિવારના પવિત્ર દિન નિમિત્તે દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો સહિતના વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર(Tricolor decoration) કરવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર(Shri Swaminarayan Temple) વડતાલ ધામ(Vadtal Dham) સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ માં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ભીમ અગિયારસ અને શનિવારના પવિત્ર દિન નિમિતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (Swami Hariprakashdasji) (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર કરી શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
Darshan: 11-06-2022
ભીમ અગિયારસ એવં શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર દર્શન
Shree KashtabhanjanDev Hanumanji Mandir Salangpurhttps://t.co/91U86CaW1F
શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://t.co/zgOd7PL7FO pic.twitter.com/JMAxdcORN8— Shri Hanuman Temple – Salangpur (@kashtbhanjandev) June 11, 2022
આ સમાચાર પણ વાંચો : વાસ્તુ ટિપ્સ- જો તમે પણ બીજા ની આ વસ્તુ વાપરતા હોવ તો આજથી જ કરો તેને બંધ-નહીં તો કરવો પડશે કપરા સમયનો સામનો
બોટાદ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા તેમજ પોલીસ દ્વારા દાદાને છપ્પનભોગ અન્નકૂટ(Annakut) ધરવામાં આવ્યો. ત્યારે પોલીસની આ કામગીરી ખુબ જ પ્રશંસનીય છે. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. તથા દાદાના સિંહાસનને હજારીગલ, મોગરો વિવિધ ફૂલોથી ત્રિરંગાનો શણગાર(Triangular decoration with flowers) કરવામાં આવ્યો હતો. દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ(Haribhaktas) હનુમાનજીદાદા ના શણગારના ઓનલાઈન દર્શનનો(Online darshan) લાભ લઈ ધન્યતા અનુભવી હતી.