News Continuous Bureau | Mumbai
ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. અહીં વિવિધ પ્રકાર ના તહેવાર ઉજવવામાં આવે છે. દરેક તહેવારમાં ઉપવાસનું પણ ખૂબ જ મહત્વ છે. ઉપવાસમાં પણ વિવિધ વાનગી બનાવવા માં આવે છે તેમજ ખાવામાં પણ આવે છે. આ ઉપરાંત કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો આપણે ઉપવાસ કરીશું તો વજન ઘટી જશે. જે માનવું તદ્દન ભૂલભરેલું સાબિત થઈ શકે છે. ઉલ્ટા ભૂખ્યા રહેવાથી વજનમાં વધારો થતો હોય છે તેવું એક્સપર્ટ નું કેહવું છે
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમે ખાંડ નું પ્રમાણ ઓછું અથવા નહિવત કરી નાખો. ખાંડ નું પ્રમાણ ઓછું કરવાથી કેલરી ઘટે છે અને વજન ઓછું થવામાં મદદ કરે છે. પરંતુ ઘણા લોકો ખાંડને બદલે સુગર ફ્રી વસ્તુઓ પર ધ્યાન આપવા લાગે છે. આ સુગર ફ્રીમાં પણ કેટલાક આર્ટિફિશ્યિલ તત્વો રહેલા હોય છે જે ખાંડની ગેરહાજરીને રિપ્લેસ કરે છે. આવી વસ્તુઓમાં છૂપી રીતે ખાંડ આવેલી જ હોય છે. જો તમે વધારે પડતી ખાંડનો ઉપયોગ કરશો તો ચોક્કસ તમારુ વજન વધતું જ રહેશે. ખાંડની જગ્યાએ સુગર ફ્રી નો ઉપયોગ કરવાના બદલે તમારે અન્ય રીતે સ્વાસ્થ્યને લાભ આપતા ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે, ગોળ. ગોળ થી સ્વાસ્થ્યને કોઈ નુકશાન નથી થતું અને તે ખાંડનો ઉત્તમ વિકલ્પ સાબિત થતો રહે છે. જોકે, શરીરમાં ખાંડનું પ્રમાણ પણ જોઈતું હોય છે. જેથી તમારે એ નિશ્ચિત કરવું પડશે કે શારીરિક રીતે પણ તમારા શરીરમાં ખાંડનું પ્રમાણ જળવાઈ રહે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: ઉનાળામાં વજન ઓછું કરવા માંગતા હોવ, તો રોજ કરો આ ફળો નું સેવન, શરીર ને હાઈડ્રેટ રાખવામાં કરશે મદદ; જાણો વિગત
જે લોકો ઉપવાસ કરતા હોય છે તેના માટે પહેલી પસંદગી હોય છે બટાકા. તેઓ બટાકા માંથી બનતી વિવિધ વાનગીઓ આરોગતા હોય છે જેમ કે બટાકાની સૂકીભાજી, વેફર, ચિપ્સ, વગેરે વગેરે…. ઉપવાસમાં બટાકા ની નીતનવી વાનગીઓ આરોગવામાં સ્વાસ્થ્ય જળવાતું નથી. બટાકામાં સ્ટાર્ચ, સુગર અને સોડિયમ હોય છે. જે વજન વધારવામાં કારણભૂત બને છે. જેથી ઓછા પ્રમાણમાં બટાકા આરોગવાનો નિર્ણય જ હિતાવહ છે. ઉપવાસ સમયે ભારે માત્રામાં ફરાળ આરોગવાથી પણ વજન વધે છે. આ માટે તમે અખરોટ, અળસી, કુસુમના બીજ વગેરે જેવા સ્વસ્થ વિકલ્પોનો સમાવેશ ફરાળમાં કરી શકો છો. જે શરીરમાં સંતુલન જાળવી રાખવામાં ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે. આ દરેક વસ્તુઓ વજન નહીં વધવા દે અને શરીરની મહત્વપૂર્ણ પ્રક્રિયાઓમાં પણ મદદ કરશે.