News Continuous Bureau | Mumbai
દારૂ(Alcohol) સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. દરેક વ્યક્તિને દારૂથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિને દારૂની આદત પડી જાય તેને નશા મુક્તિ કેન્દ્ર(De-addiction center) લઈ જવામાં આવે છે. આ નશા મુક્તિ કેન્દ્રમાં દારૂની આદત છોડાવવામાં આવે છે. પણ જાે માણસની જગ્યાએ મરઘાને(rooster) દારૂની આદત લાગે તો શું કરી શકાય? હાં, મહારાષ્ટ્રમાં(Maharashtra) રહેતા એક મરઘાને દારૂની લત લાગી ગઈ છે. આ મરઘો સવારથી લઈને સાંજ સુધી નશામાં ધુત રહે છે. જો આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે.
આ પ્રકારની વિચિત્ર ઘટના મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના(Bhandara district) પિપારી ગામની(Pipari village) છે. આ ગામમાં રહેતા એક ખેડૂતે(Farmer) પોતાના મરઘાને દારૂની લતે ચડાવી દીધો છે. હવે આ મરઘાને દારૂ વગર સહેજ પણ ચાલતું નથી. આ ખેડૂતનું નામ ભાઉ કાતોરે છે અને તે મરઘા બતકા ઉછેરનું કામ કરે છે. એક મરઘાને દારૂની એવી લત લાગી છે કે, તેનો વિડીયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આ મરઘાના માલિકે આજ સુધી દારૂ ક્યારેય પીધો નથી અને આ મરઘાનો દારૂ વગર દિવસ પણ નથી ઉગતો.
જે દિવસે મરઘાને દારૂ ના મળે તે દિવસે મરઘો કંઈ જ ખાતો પીતો નથી. આ કારણોસર મરઘાના માલિકે દરરોજ દારૂની દુકાનમાંથી એક બોટલ દારૂ લાવવો પડે છે. ભાઉ કાતોરે અનુસાર આ મરઘો દર મહિને બે હજારનો દારૂ પી જાય છે. આ મરઘો ખેડૂતના પરિવારનો સભ્ય બની ગયો છે. આ કારણોસર જ્યારે પણ મરઘો કંઈ ખાય નહીં તો મજબૂરીમાં તેમણે દારૂ લાવવો પડે છે.
આ સમાચાર પણ વાંચો : મહિમા ચૌધરીને થયું બ્રેસ્ટ કેન્સર- આ લક્ષણો દેખાતા જ મહિલાઓએ રાખવી જોઈએ સાવચેતી-જાણો સ્તન કેન્સરના લક્ષણો અને કારણો
રિપોર્ટ અનુસાર થોડા સમય પહેલા ભાઉ કાતોરેના ખેતરમાં કેટલીક મરઘાઓની તબિયત ખરાબ થઈ ગઈ હતી. આ મરઘાઓનો ઈલાજ કરવા માટે તેણે મરઘાઓને દારૂ પીવડાવવાનું શરૂ કર્યું હતું. થોડા દિવસમાં તમામ મરઘાઓની તબિયત સારી થઈ ગઈ હતી પરંતુ, આ મરઘાની દારૂ પીવાની આદત છુટતી નહોતી. હવે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, જાે આ મરઘાને દારૂ ના મળે તો તે ખાવા પીવાનું છોડી દે છે. આ કારણોસર મરઘાના માલિક ભાઉ કતોરેએ મજબૂરીમાં દારૂ લાવીને મરઘાને પીવડાવો પડે છે.