News Continuous Bureau | Mumbai
આજથી ગણેશ ઉત્સવ નો પ્રારંભ થઇ ચુક્યો છે. હિન્દુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચોથના દિવસે ઉજવવામાં આવે છે.
કોરોના કાળના કારણે ગત બે વર્ષથી ગણેશ ઉત્સવની રોનક ઝાંખી પડી ગઇ હતી. જોકે આ વર્ષે લોકોની 2 વર્ષની પ્રતિક્ષાનો અંત આવ્યો છે અને લોકો કોઇ પ્રતિબંધ વિના ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : શું તમે જાણો છો એશિયામાં સૌપ્રથમ ગણેશોત્સવ કયાં ઉજવાયો હતો- 1878માં શરૂ થયેલી પરંપરા આજે પણ છે કાયમ
દરમિયાન આ વખતે ડાયમંડ સિટી સુરતમાં રિયલ ડાયમંડના ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. મીડિયામાં પ્રસારિત અહેવાલો મુજબ નેચરલ ડાયમંડમાંથી સાકરીત થયેલ ગણપતિ ની વિધિવત રીતે પૂજા અર્ચના કરવામાં આવી છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીને ત્યાં આ ડાયમંડના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેને લઈ આજે હીરા વેપારી પાંડવ પરિવાર દ્વારા પૂજન અર્ચન કરાયું હતું. એક અંદાજ મુજબઆ ડાયમંડ ગણેશજીની કિંમત 500 કરોડ આંકવામાં આવી છે.
આ હીરાનું ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ડાયમંડમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. જોકે આ હીરાને કોઈ કૃત્રિમ આકાર આપવામાં આવ્યો નથી. આ પ્રતિકૃતિ કુદરતી છે. 27. 7 કિલો વજનના આ રફ હીરાને કુદરતી હીરાનું પ્રમાણપત્ર મળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ગણેશ ચતુર્થી નિમિત્તે મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના લાઈવ દર્શન કરો અહીં