ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
નવી દિલ્હી
29 જાન્યુઆરી 2021
મુંબઈ શહેરમાં પાર્કિંગ એ બહુ મોટી સમસ્યા છે. અનેક સોસાયટીઓ એવી છે જેના કમ્પાઉન્ડ ની અંદર પાર્કિંગની જગ્યા નથી. આ પરિસ્થિતિમાં લોકોને રસ્તા પર ગાડી પાર્ક કરવી પડે છે. આ ઉપરાંત લોકોને પોલીસ વિભાગના જ કર્મચારીઓ તરફથી સમસ્યાનો સામનો કરવો પડે છે અને પોલીસ ગાડી ને દંડ ફટકારે છે.
આ સમસ્યાનો અંત લાવવા ટ્રાફિક વિભાગ હવે નવતર પ્રયોગ કરવા જઈ રહ્યું છે. ટ્રાફિક વિભાગે તમામ સોસાયટીને આહવાન કર્યું છે કે જે સોસાયટીમાં પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોય તે સોસાયટીમાં લોકો પોલીસનો સંપર્ક સાધે. ત્યારબાદ પોલીસ એ સોસાયટી અને તેની આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કરશે. જેઓની ગાડી પાર્ક કરવાની જગ્યા નથી તે લોકોને નવા પાર્કિંગ લોટ આપશે અથવા પાર્કિંગ ક્યાં કરવું તે સંદર્ભે સલાહ આપશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ શહેરમાં જૂની ઇમારતોમાં પાર્કિંગની સમસ્યા દેખાઈ રહી છે. આ પરિસ્થિતિમાં ટ્રાફિક પોલીસની આ નવતર મોહિમ એક સારો પ્રયાસ છે.
