Site icon

Preity zinta: બોલિવૂડ એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા એ તેના નામને લઈને કર્યો ખુલાસો, જાણો શું છે અભિનેત્રી નું સાચું નામ

Preity zinta: બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ને લોકો પ્રીતમ સિંહ ઝિન્ટા ના નામ થી સંબોધતા હતા. વિકી પીડીયા,ગુગલ દરેક જગ્યા એ અભિનેત્રી નું નામ પ્રીતમ સિંહ ઝિન્ટા હતું હવે અભિનેત્રી એ તેના સાચા નામ નો ખુલાસો કર્યો છે.

preity zinta know what is the real name of the actress

preity zinta know what is the real name of the actress

News Continuous Bureau | Mumbai

 Preity zinta:પ્રીતિ ઝિન્ટા બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. પ્રીતિ ઝિન્ટા એ ફિલ્મ ‘સોલ્જર’ થી બોલિવૂડ માં ડેબ્યુ કર્યું હતું. પ્રીતિ ઝિન્ટા એ તેના કરિયર માં ઘણી હિટ ફિલ્મો આપી છે. તમને જાણી ને નવાઈ લાગશે કે, લોકો પ્રીતિ ઝિન્ટા ને પ્રીતમ સિંહ ઝિન્ટા ના નામે ઓળખતા હતા. લોકો નું એવું માનવું હતું કે, પ્રીતિ ઝિન્ટા નું અસલી નામ પ્રીતમ સિંહ ઝિન્ટા છે. તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં આવવા માટે તેનું નામ પ્રીતિ ઝિન્ટા રાખ્યું છે. હવે પ્રીતિ ઝિન્ટા એ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને પોતાના નામ નો ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

 

પ્રીતિ ઝિન્ટા એ જણાવ્યું તેનું અસલી નામ 

પ્રીતિ ઝિન્ટા એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તે કહી રહી છે કે,“તમામને નમસ્કાર. હું અહીં છું કારણ કે ઘણા લોકો મને પૂછતા રહે છે કે પ્રીતિ ઝિન્ટા મારું સાચું નામ છે કે પ્રીતમ સિંહ ઝિન્ટા. તેથી હું માત્ર એટલું સ્પષ્ટ કરવા માંગુ છું કે પ્રીતમ સિંહ ઝિન્ટા ક્યારેય મારું નામ નહોતું. મને ખબર નથી કે તે Google અને વિકિપીડિયા પર કેવી રીતે આવ્યું. મારું અસલી નામ હંમેશા પ્રીતિ ઝિન્ટા રહ્યું છે. અને હવે, મેં તેમાં જી ઉમેર્યું છે. મારા પતિ નું નામ જેન ગુડીનફ છે પરંતુ તે ખૂબ લાંબુ હોવાથી, મેં ફક્તે તેમાં G ઉમેર્યું છે.. તેથી હવે, હું પ્રીતિ જી ઝિન્ટા છું અને મેં ખાતરી કરી છે કે અંતે ‘g’ ન ઉમેરાય. નહિતર, તે પ્રીતિ ઝિન્ટા જી હોત. તો, તે માત્ર પ્રીતિ જી ઝિન્ટા છે. મારું નામ હંમેશા પ્રીતિ હતું છે અને રહેશે આવજો.”


આ વિડિયોની સાથે પ્રીતિ ઝિન્ટાએ કેપ્શનમાં લખ્યું, “આજે જ્યારે મેં એક મીડિયા લેખમાં વાંચ્યું કે મારું સાચું નામ પ્રીતમ સિંહ ઝિન્ટા છે, તો હું મારી જાતને રોકી ના શકી હું તમને જણાવવા માંગુ છું કે આ ફેક ન્યૂઝ છે. સત્ય એ છે કે અમારી ફિલ્મ “સોલ્જર” ના સેટ પર @iambobbydeol (બોબી દેઓલ) મને મજાકમાં પ્રીતમ સિંહ કહેતો હતો. આ ફિલ્મ હિટ થઈ, અમારી દોસ્તી ગાઢ થઈ અને આ નામ મારી સાથે એટલું અટકી ગયું કે આજ સુધી તે મારો સાથ નથી છોડી રહ્યું . ત્યારથી હું લોકોને કહીને કંટાળી ગઈ છું કે મારું અસલી નામ પ્રીતિ ઝિન્ટા છે અને મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પછી મારુ નામ નથી બદલ્યું. મને આશા છે કે સ્પષ્ટતા બાદ મીડિયાના લોકો પોતાની ભૂલ સુધારશે.”

આ સમાચાર પણ વાંચો : Bobby deol: બોબી દેઓલે પોતે કોરિયગ્રાફ કર્યો જમાલ કુડુ નો ડાન્સ સ્ટેપ, જાણો એનિમલ અભિનેતા ને ક્યાંથી આવ્યો આ સ્ટેપ નો આઈડિયા

Rubina Dilaik Surprises Fans: રુબીના દિલૈકે શેર કર્યા ગુડ ન્યૂઝ! જોડિયા પુત્રીઓ બાદ અભિનેત્રીએ ત્રીજી પ્રેગ્નન્સીની કરી જાહેરાત? જાણો વીડિયો પાછળનું સત્ય
Ranveer Singh in Trouble: ‘કાંતારા’ ના પવિત્ર દ્રશ્યની નકલ મામલે રણવીર સિંહ વિરુદ્ધ FIR, બેંગલુરુમાં હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Exit mobile version