News Continuous Bureau | Mumanbai
શ્રાવણ મહિનો શરૂ થતાની સાથે જ જાણે તહેવારો(festival)ની હારમાળા સર્જાય છે. શ્રાવણ મહિના(Shrawan month) દરમિયાન ઘણા તહેવારો આવે છે. રક્ષાબંધન(Rakshabandhan)નો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે. રક્ષાબંધન ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર છે. આગામી 11 ઓગસ્ટનાં રોજ રક્ષાબંધન હોય દરેક બહેનો પોતાના વીર માટે અવનવી રાખડીઓ લેવા ઉત્સુક હોય છે.
હાલ બજારોમાં પણ રાખડીઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. અને વહાલી બહેનો પોતાના લાકડવાયા ભયલા માટે રાખડી ખરીદી રહી છે. દરમિયાન બહાર ગામ વસતા ભાઇઓને સમયસર રાખડી મળશે કે નહીં તેની બહેનોને હંમેશા ચિંતા રહેતી હોય છે. ત્યારે આ વર્ષ બહેનોની ચિંતા દૂર કરવા અને રાખડીઓ સમયસર પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગે એક નવી પહેલ શરૂ કરી છે. જેનાથી બહેનોની રાખીના કવર ફાટયા વગર પલવ્યા વગર સુરક્ષિત સમયસર પહોંચી જશે.
આ સમાચાર પણ વાંચો : હર ઘર તિરંગા અભિયાન- રણમાં ભારતીય જવાનોએ ઊંટ સવારી સાથે તિરંગો ફરકાવ્યો- જુઓ અદભુત વિડીયો
પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુપ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલ છે. આ વિશેષ કવરની કિંમત ફક્ત રૂપિયા 10 છે. તા.11ના રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય તે અનુસંધાને બહેનો તેમના બહારગામ વસતા ભાઈઓને રાખડી વહેલાસર પોસ્ટ કરી દે જેથી પોસ્ટ ખાતા દ્વારા રાખડીને સમયસર પહોંચાડી શકાય.