News Continuous Bureau | Mumbai
આ વર્ષે દહાણુ(Dahanu) મહાલક્ષ્મી(Mahalaxmi Yatra)ની યાત્રા 17 એપ્રિલથી શરૂ થઈ રહી છે, તેથી માતાજીના ભક્તોને આનંદનો પાર નથી. સતત બે વર્ષ સુધી કોરોનાના પ્રતિબંધોના કારણે આ યાત્રા બંધ રાખવામાં આવી હતી. હવે જોકે કોરોનાને લગતા તમામ પ્રતિબંધ(Corona Restriction) હટાવી દેવામાં આવ્યા છે ત્યારે માતા મહાલક્ષ્મીની શોભાયાત્રા ૧૭ એપ્રિલથી શરૂ થઇ રહી છે, જેની માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લગભગ બે વર્ષ બાદ આ યાત્રાની મંજૂરી સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં છે. દહાણુ તાલુકાના મહાલક્ષ્મી(Mahalaxmi) માતાના દર્શન માટે અને ખરીદી માટે ગુજરાત(Gujarat, પાલઘર(Palghar), દાદરા નગર હવેલી(Dadra Nagar Haveli)અને નાસિક(Nashik) વગેરે પ્રાંતમાંથી લાખો ભક્તો આવે છે. મહારાષ્ટ્ર(Maharashtra) સહિત ગુજરાતથી મોટી સંખ્યામાં ભક્તો(devottee) અહીં માતાજીના દર્શન માટે આવતા હોય છે.
આ સમાચાર પણ વાંચો : રિઝર્વ બેંકે 4 બેંકોને દંડ ફટકાર્યો. જાણો ક્યાંક તમારી બેંક તો આ સૂચિમાં શામેલ નથીને…જાણો વિગતે
બે વર્ષ બાદ યાત્રાને મંજૂરી મળી હોવાથી આ વર્ષે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે. યાત્રાને મંજૂરી મળી ગઈ હોવાથી વેપારી વર્ગ પણ આ વખતે ખુશ છે. જોકે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલ સમય મર્યાદાને વેપારીઓમાં થોડી નારાજગી છે. યાત્રાને કારણે મોડી રાત સુધી ભક્તો આવે છે અને ખરીદી કરતા હોય છે. પરંતુ વહીવટીતંત્રએ સમય મર્યાદા રાખી હોવાથી આવકને અસર થવાની નારાજગી વેપારીઓમાં જોવા મળે છે.
હાલ ગરમીના કારણે સાંજ પડતાં જ મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે અને રાત્રે બેથી અઢી વાગ્યા સુધી યાત્રાળુંઓ તીર્થયાત્રાનો આનંદ માણે છે. આ યાત્રા પંદર દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન વિવિધ ચીજ વસ્તુઓ અને ખાદ્યપદાર્થોનું મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે. પરંતુ સમય મર્યાદાને લઇને વેપારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
વેપારીઓ મંદિરની આસપાસની જમીન કામચલાઉ ધોરણે લીઝ પર આપે છે. આ યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં વેપારીઓ હંગામી ધોરણે દુકાન લગાવે છે. પંદર દિવસનું ભાડું ત્રીસ હજાર રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા સુધીનું હોય છે. યાત્રા શરૂ થવાની હોવાના કારણે વેપારીઓએ મોટા પ્રમાણમાં માલનો ભરાવો કરે છે. પરંતુ સમય મર્યાદાને કારણે કેટલો ધંધો થશે એની ચિંતા છે. તેથી વેપારીઓ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર શોભાયાત્રાને રાબેતા મુજબ ઓછામાં ઓછા બાર વાગ્યા સુધીની મંજૂરી આપવાની માગણી કરી હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે. એક સપ્તાહમાં આટલા લાખ લોકોએ નવી મેટ્રોમાં સફર કરી. આંકડો ઉત્સાહજનક છે. જાણો વિગતે