News Continuous Bureau | Mumbai
Health Tips : દરરોજ રાત્રે ઊંઘતી વખતે આપણે ઓશિકા(pillow) નો ઉપયોગ કરતા હોઈએ છીએ. જો આપણી પાસે આપણું ફેવરેટ ઓશીકું(Favorite pillow) ન હોય તો આપણને ગમતું નથી. માથા નીચે ઓશિકું રાખીને ઊંઘવાની બધાને ટેવ હોય છે. પણ માથા નીચે ઓશીકું રાખીને ઊંઘવાથી આપણને ઘણા નુકસાન થાય છે. આની જગ્યા ઉપર તમે ઓશીકાને પગ નીચે રાખીને ઊંઘી શકો છો. જો તમે પગ નીચે ઓશીકું રાખીને ઊંઘો તો તેનાથી તમારા શરીરને વિશેષ ફાયદાઓ(Special benefits) થાય છે. પગ નીચે ઓશીકું રાખીને ઊંઘવાથી તમે અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. ચાલો આના વિશે વિસ્તારથી જાણીએ.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- મધુર ઝેર છે ખાંડ -કરો તેનું સેવન ઓછું-સ્વાસ્થ્ય ને મળશે આ ફાયદા
પગ નીચે ઓશીકુ રાખીને ઊંઘવાથી કરોડરજ્જુનો(spinal cord) દુખાવો નથી થતો.
અમુક લોકો ને કરોડરજ્જુમાં દુખાવો(Pain) થતો હોય છે. પગ નીચે ઊંચું રાખીને ઊંઘવાથી આ દુખાવામાં ફાયદો થાય છે. આ સિવાય ઘણા લોકોને કમર દર્દની સમસ્યા(Back pain problem) હોય છે. આખો દિવસ બેસી રહેવાના કારણે કમર દર્દ થઈ જતું હોય છે. આવામાં તમે પગ નીચે ઓશીકુ રાખીને ઊંઘી શકો છો. આનાથી તમને કમર દર્દની સમસ્યા નહીં રહે પગ નીચે ઓશીકું રાખીને ઊંઘવાથી બ્લડ સર્ક્યુલેશન(Blood circulation) સારી રીતે થાય છે અને તમને ઊંઘ પણ સારી આવે છે. આથી તમે પણ આજથી જ પગ નીચે ઓશીકું રાખીને ઊંઘવાનું શરૂ કરો.