News Continuous Bureau | Mumbai
નોકરી(Job) દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની હોય છે પરંતુ કેટલીકવાર નોકરી છોડવી પડે છે અને પછી રાજીનામું(Resignation) આપવું પડે છે પરંતુ રાજીનામું કેવી રીતે લખવું તે પ્રશ્ન છે. તાજેતરમાં સોશિયલ મીડિયા(Social media) પર એક રાજીનામું પત્ર ફરી વળ્યો છે, તેને લોકો ભરપેટ વખાણી રહ્યા છે. તો અનેક લોકોએ તેને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો જાત જાતની પોસ્ટ કરતા હોય છે, જે ગણતરીની સેંકડમાં લોકો સુધી પહોંચી જતી હોય છે અને લોકોનો રિસ્પોન્સ (Reaction) પણ તુરંત તેના પર આવી જતો હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક રાજીનામું પત્ર(Resignation letter) વાયરલ(Viral) થયો છે, જે વિશ્વનો સૌથી નાનો રાજીનામું પત્ર કહીએ તો પણ ચાલશે.
આવું જ એક રાજીનામું હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જે તમને આશ્ચર્યચકિત કરી દેશે. આ વાયરલ રાજીનામું માત્ર ત્રણ શબ્દોમાં લખાયેલું છે. રાજીનામાના પત્રમાં BSMBSVUDU નામના ટ્વિટર એકાઉન્ટમાંથી(Twitter account) ફક્ત ત્રણ શબ્દો છે, "બાય બાય સર". નેટિઝન્સ પ્રતિક્રિયા (Netizens react) આપી રહ્યા છે કે રાજીનામાનો આ પત્ર રમુજી છે. આ ટ્વીટને નેટિઝન્સ તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ હજારો લોકોએ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. રાજીનામા પત્ર પર હાલ ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકોએ કૅપ્શનની પુષ્ટિ(Caption confirmation) કરી છે કે તે ખરેખર સરળ છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કેન્સર પછી હાર્ટ એટેકની દવા પણ શોધાઈ- દવા આપ્યા પછી હાર્ટ એટેકથી બંધ પડેલું ઉંદરનું હૃદય ફરી ધડક્યું
Simple. pic.twitter.com/JLGkqzVbP2
— Maphanga Mbuso (@MBSVUDU) June 12, 2022