ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આપણી ભારતીય પરંપરા આયુર્વેદ શાસ્ત્રોમાં માને છે અને આજકાલ વિદેશી રિસર્ચ સેન્ટરો પણ તેના પર સંશોધન કરે છે, પણ મિત્રો તમે જાણો છો કે એક એવો છોડ કે જે આપણા માટે ગુણકારી અને લાભદાયક છે કે જેનાથી અનેક રોગોનું નિદાન શક્ય છે. તો ચાલો જાણીએ એ વનસ્પતિ વિશે.
આ છોડનું નામ ‛છોટા ગોખારુ’ છે. આ છોડ નદીઓના કિનારે અથવા ખેતરોમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ છોડ ખાલી જમીન ઉપર પણ સરળતાથી મળી જાય છે.
શું તમને ખબર છે કે આઇ.એ.એસ. ની ટ્રેનિગ કઈ રીતે થાય છે? અને શું શીખવવામાં આવે છે? જાણો અહીં
આ છોડ થોડો ઊંચો હોય છે, જે કાંટાળાં ફળ આપે છે. દેશના વિવિધ ભાગોમાં આ વનસ્પતિના અલગ-અલગ નામ છે. એનો ઉપયોગ કરીને તમે સરળતાથી શરીરની અનેક નબળાઇઓ દૂર કરી શકો છો. આ છોડ માથાનો દુખાવો, હરસ, ત્વચા પર થતી બળતરા વગેરે મટાડી શકે છે.
તેમ જ આ છોડ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ છોડમાં ઘણા પોષક ગુણધર્મો છે, જે વાળ ખરવાનું બંધ કરે છે. ઘણા લોકો સફેદ વાળ પણ ધરાવે છે, જે વાળને કાળા કરવામાં પણ મદદ કરે છે.
આ છોડના પાનને સૂકવીને અને એનો પાઉડર બનાવીને અને દૂધ સાથે પીવાથી જાતીય સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. પાંદડાંને તડકામાં સારી રીતે સૂકવવાં જોઈએ અને પછી એનો પાઉડર કરવો જોઈએ. જો આ પાઉડરને માથા પર લગાવવામાં આવે તો માથાનો દુખાવો સંપૂર્ણપણે મટે છે. આ છોડ હરસની બીમારીને પણ દૂર કરે છે. આ માટે આ છોડનાં પાંદડાંમાંથી બે થી ત્રણ ટીપાં લો અને દહીં સાથે એનું સેવન કરો. આમ કરવાથી હરસ સંપૂર્ણપણે મટે છે.
ઓનલાઇન ભણાવો પણ આવી લત છોડાવો. શિક્ષણ વિભાગે બાળકો સંદર્ભે આ નિર્દેશ આપ્યા.