News Continuous Bureau | Mumbai
ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ટિકિટ વગર (Ticketless commuters)અને અનિયમિત મુસાફરી તથા સામાનની ટિકિટ વગર પ્રવાસ કરનારા લોકો પાસેથી વેસ્ટર્ન રેલવે(western railway)એ અધધ કહેવાતી 65.66 કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કમાણી કરી છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 785% વધુ છે
પશ્ચિમ રેલવે એપ્રિલથી જૂન 2022 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ(Ticket checking drive) દરમિયાન દંડ તરીકે રેકોર્ડ રકમ વસૂલી છે. મુંબઈ ઉપનગરીય લોકલ સેવાઓ, મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરોને કારણે કાયદેસર ટિકિટ લઈને પ્રવાસ કરનારા મુસાફરોને મુશ્કેલી વેઠવી પડે છે. તેથી વેસ્ટર્ન રેલવે દ્વારા સઘન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. વેસ્ટર્ન રેલ્વે ના વરિષ્ઠ વાણિજ્ય અધિકારીઓની દેખરેખ હેઠળ એક અત્યંત પ્રેરિત ટિકિટ ચેકિંગ ટીમે એપ્રિલથી જૂન 2022ના સમયગાળા દરમિયાન ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી, જેમાં રૂ. 65.66 કરોડની રકમ વસુલી હતી.
આ સમાચાર પણ વાંચો : મહત્વના સમાચાર. આજથી મુંબઈ માટે મુસીબત શરુ થાય છે. આગામી 6 દિવસ ભારે વરસાદ થઈ શકે છે અને તમામ દિવસ મોટી ભરતી છે. જાણો આનો અર્થ શું છે.
વેસ્ટર્ન રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી અખબારી યાદી મુજબ, જૂન, 2022 દરમિયાન, 2.69 લાખ ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરો, જેમાં બુક કરાવ્યા વગરના સામાનના કેસો મળી આવ્યા હતા અને તેમની પાસેથી રૂ. 17.86 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. દંડ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે નાણાકીય વર્ષ 2022-23 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કુલ 9.44 લાખ ટિકિટ વિનાના/અનિયમિત મુસાફરો અને અનબુક કરાયેલા સામાનના કેસો મળી આવ્યા હતા, જે અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 1.39 લાખ કેસો સામે આવ્યા હતા, જે એક નોંધપાત્ર બાબત છે. આ મુસાફરો પાસેથી રૂ. 65.66 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હતો જે ગયા વર્ષના સમાન સમયગાળામાં કરતાં 785% વધારે છે.
એસી લોકલ ટ્રેનોમાં અનધિકૃત પ્રવેશને રોકવા માટે સતત સરપ્રાઈઝ ટિકિટ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના પરિણામે પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન 7001 અનધિકૃત મુસાફરોને દંડ ફટકારવામાં આવ્યો હતો.