News Continuous Bureau | Mumbai
મુંબઈ મહાનગરપાલિકા(BMC)પર્યાવરણના જતન(Environmental protection) માટે વૃક્ષોનું સંવર્ધન કરી રહી છે, તે માટે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં અત્યાર સુધી 983 વૃક્ષોને કોંક્રીટ મુક્ત(concrete free) એટલે કે વૃક્ષની આજુબાજુથી કોંક્રીટના બાંધકામને(concrete constrcution) હટાવ્યું છે. તો 1,325 જાહેરાતના બોર્ડ હટાવ્યા છે.
પાલિકા(BMC)એ 22 એપ્રિલના વસુંધરા દિન(Vasundhara Day)ની ઊજવણી નિમિત્તે વૃક્ષ સંજીવની ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં 18 એપ્રિલ 2022થી 23 એપ્રિલ 2022 સુધી પાલિકા(BMC)એ 983 ઝાડની ફરતેથી કોંક્રિટના બાંધકામને હટાવી દીધુ છે. જયારે જુદા જુદા ઝાડના થડ પર ઠોકવામાં આવેલા ખિલ્લાને હટાવ્યા હતા, જેનું કુલ વજન 94 કિલો થયું છે. ઝાડ પર જાહેરાતના 1,325 બોર્ડ પણ હટાવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના આ પોર્શ વિસ્તારનો સબવે સમારકામના કામ માટે 2જી મે સુધી ટ્રાફિક માટે રહેશે બંધ.. જાણો વિગતે
પાલિકાએ આ ઝુંબેશ જુદી જુદી સંસ્થા, સ્કૂલ અને કોલેજ સાથે મળીને હાથ ધરી છે, જેમાં ઝાડની આજુબાજુ રહેલા બાંધકામને હટાવવું, ઝાડના થડ પરથી ખિલ્લા કાઢવા, પોસ્ટર કાઢવા, કેબલ અને લાઈટના વાયર હટાવવા વગેરે કામ હાથ ધર્યા છે.