News Continuous Bureau | Mumbai
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે અને મૃત્યુઆંક પણ ઘટયો છે.
શહેરમાં માર્ચની શરૂઆતથી, 6 માર્ચ સિવાય, દરરોજ શૂન્ય મૃત્યુ નોંધાયા છે.
આમ 15માંથી 14 દિવસમાં શૂન્ય મૃત્યુ નોંધાતા નાગરિકોની સાથે વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન અનુસાર, ગત 24 કલાકમાં મુંબઈમાં 50 નવા કોરોના કેસ મળી આવ્યા છે અને 60 દર્દી કોરોના મુક્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆતથી, અત્યાર સુધી મુંબઈમાં 25 દિવસ શૂન્ય મૃત્યુ નોંધાયા છે.
આ સમાચાર પણ વાંચો :આજથી મુંબઈના આ 12 સેન્ટરમાં મળશે 12થી 14 વર્ષના કિશોરોને વેક્સિન, આટલા લાખ બાળકો વેક્સિનના લાભાર્થી; જાણો વિગતે