મહત્વના સમાચાર- ગણેશ વિસર્જનના પગલે આ ત્રણ દિવસ મુંબઈના રસ્તાઓ પર રહેશે ટ્રાફિક ડાઈવર્ઝન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

ગણેશ વિસર્જનનની(Ganesh Visarjan) પાર્શ્વભૂમિ પર મુંબઈમાં વાહનચાલકોને(motorists) હેરાનગતિનો સામનો કરવો ના પડે તે માટે મુંબઈમાં પાંચ, છ અને 9 સપ્ટેમ્બર આ ત્રણ દિવસ માટે મુંબઈ ટ્રાફિક પોલીસે (Mumbai Traffic Police) ખાસ વ્યવસ્થા કરી છે. અનેક જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ઝન(Traffic Diversion) તો અમુક રસ્તાઓ વન-વે કરી નાખવામાં આવ્યા છે.

પાંચ, છ અને નવ સપ્ટેમ્બરના અનંત ચતુર્દશીના (Anant Chaturdashi) મોટા પ્રમાણમાં ગણેશ વિસર્જન થશે. આ વિસર્જન 10 સપ્ટેમ્બર શનિવારના વહેલી સવાર સુધી ચાલશે. તેથી આ દિવસોમાં  મુંબઈમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા(Traffic problem) સર્જાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  આજે લાલબાગ અને પવઈ જવાનો છો- તો ફૂરસદમાં ઘરેથી નીકળજો. નહીં તો ફસાઈ જશો ચક્કા જામ માં- જાણો વિગત

તેથી મુંબઈમાં કુલ 74 રસ્તાઓ વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. કુલ 54 રસ્તાઓ વનવે કરવામાં આવ્યા છે. કુલ 57 રસ્તાઓ પર ભારે વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો 114 સ્થળોને નો પાર્કિંગ(Parking) જાહેર કરવામાં આવ્યા છે

અહીં જુઓ પરિપત્રની સૂચિ:

 

 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment