ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 ફેબ્રુઆરી 2022
મંગળવાર
મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા તો ઘટી પણ મૃત્યુઆંક કોઈ સુધારો જોવા મળી રહ્યો નથી
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 960 નવા કોરોના કેસ નોંધાયા છે અને 11નાં મોત નિપજ્યા છે.
આ સાથે જ શહેરમાં મૃત્યુઆંક વધીને 16,623 થઈ ગયો છે.
જોકે આ દરમિયાન 1,837 લોકોએ કોરોનાને માત આપી છે.
મુંબઈમાં હાલમાં 9,900 સક્રિય કોરોના દર્દીઓ છે.
