ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ મે ૨૦૨૧
ગુરુવાર
માતૃભાષાના માધ્યમમાં ભણી એક વિદ્યાર્થિનીએ આજે અનેક સફળતાના શિખરો સર કરી પોતાના ક્ષેત્રમાં નોંધપાત્ર કારકિર્દી ઘડી છે. આ વાત છે ઘાટકોપરની શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થિની ડૉ. અનિતા ગાલા દોશીની જે આજે અત્યંત સફળ પ્રોસ્થોડોન્ટીસ્ટ અને ઈમ્પ્લાન્ટોલોજીસ્ટ છે.
ડૉ. અનિતાએ ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. બી.ડી.એસ. (ડેન્ટીસ્ટ) અને ત્યારબાદ એમ.ડી.એસ. (માસ્ટર્સ ઈન સર્જરી-પ્રોસ્થોડોન્ટીસ્ટ) કર્યું છે. હવે પોતાના વિષય પ્રત્યેની ડૉ.અનિતાની લગન અને મહેનત આજે રંગ લાવી છે. ડૉ.અનિતા પ્રથમ મહિલા છે, જેમણે ડિપ્લોમેટ ઓફ ઇન્ડિયન બોર્ડ ઓફ પ્રોથોડોંટીક્સની પદવી મેળવી છે. તેણીના ૨૫થી પણ વધુ રીસર્ચ પેપર ઈન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયા છે. તેણીને દેશ વિદેશના અનેક પારિતોષિકો પણ મળ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના નવા આંકડા
હાલ ડૉ. અનીતા ઘાટકોપરમાં પોતાનું ‘ડેન્ટાહેલ્થ’ ક્લિનિક ચલાવે છે, જે ઈમ્પ્લાન્ટમાં અગ્રેસર છે. આ ક્લિનિક એક ખાસિયત એ પણ છે કે તનું સંચાલન સંપૂર્ણપણે મહિલા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. તેણીએ ઈમ્પ્લાન્ટોલોજીમાં આગળ વધતાં ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન ઓફ મ્યુનિક (જર્મની)માં કોર્ટીકોબેસલ ઈમ્પ્લાન્ટોલોજીમાં માસ્ટરી મેળવી છે અને હવે તે તેની સર્ટીફાઈડ પ્રશિક્ષક પણ છે.
ન્યુઝ કંટીન્યૂઝ સાથે વાત કરતા ડૉ. અનીતાએ જણાવ્યું કે “ભાષા તો અભિવ્યક્તિનું માધ્યમ છે, તેમાં સારું ખરાબ, ઊંચ-નીચ કંઈ નથી. નોલેજ ભાષા કરતા પણ વધુ અગત્યનું છે” તેમણે વધુમાં કહ્યું હતું કે શાળામાં તેમને ઈતર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવતું હતું, જેમ કે વકૃત્વ સપર્ધા, યોગા વગેરે આજે તેનું ફળ દેખાઈ રહ્યું છે. તેણી આજે અનેક દેશોમાં જેમ કે રશિયા, મોન્ટેનીગ્રા, બેલગ્રેડ વગેરેમાં લેક્ચર આપે છે અને તેમના આ લેકચરનું ત્યાની ભાષામાં ભાષાંતર પણ કરવામાં આવે છે.
શું ખરેખર ભારત માટે સારા સમાચાર? કોરોના ની બીજી લહેર ના વળતા પાણી શરૂ થયા? ડૉક્ટરોનો દાવો…
ઉલ્લેખનીય છે કે માતૃભાષાના માધ્યમમાં ભણીને ડૉ. અનીતાએ આ અનેક સિદ્ધિઓ હાસલ કરી છે. તેથી માતૃભાષાના મધ્યમમાં બાળક પાછળ રહી જાય છે, તે વાત સદંતર ખોટી પુરવાર થાય છે.