News Continuous Bureau | Mumbai
Gujarati: આપણી ગુજરાતી શ્રીરામથી ( Shree Ram ) ભરપૂર છે,
નમસ્કાર પછી,
સૌપ્રથમ તો રામ રામ!
મુસીબતથી બચી જાય તો,
રામ રાખે તેને કોણ ચાખે,
ના ખબર પડે તો,
મારો રામ જાણે,
જતું કરવા માટે,
એને રામ રામ કરો,
ભાંગી જાય ત્યારે કે,
રામ રોટલો થયો,
દવા દેતી વખતે બોલે,
આ તો રામ બાણ ઇલાજ છે,
સારી જોડ જુએ તો કહે,
આતો રામ સીતાની જોડી,
જીવનમાં જલસા હોય તો કે,
રામ રાજ્ય અને પ્રજા સુખી,
અને છેલ્લે મરતી વખતે પણ,
એના રામ રમી ગયા,
સ્મશાનમાં જતી વખતે પણ,
રામ બોલો ભાઈ રામ,
રામનામ સત્ય હે. . . .
જય શ્રી રામ!
રામ નવમીની ( Rama Navami ) હાર્દિક શુભેચ્છાઓ
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024 : મહારાષ્ટ્રમાં કઇ પાર્ટીને કેટલી સીટો મળશે? ચોંકાવનારા ઓપિનિયન પોલના આ આંકડા આવ્યા સામે..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.