News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કોઈએ દુનિયાને દાધારંગી તો કોઈએ દોરંગી કહી છે. રંગ બદલતા કાચીંડાની જેમ માણસ પણ ખુદગર્જ અને આપમતલબી હોવાથી, તેની અસલિયતની ઓળખ એટલી સરળ નથી હોતી.
મરીઝ સાહેબનું ( Mariz ) મુક્તક સાંભરે છેઃ
આ દુનિયાના લોકો, આદુનિયાની રીત,
કદી સાચા માણસને ફાવે નહીં
જીવો તો કરે દાટવાની જ વાત અને
મરો તો દફન કરવા આવે નહીં!
કૈલાસ પંડિતનું ( Kailash Pandit ) યાદગાર મુક્તક
અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બૂરાને પૂછે છે,
મતલબથી બધાને નિસ્બત છે, અહીં કોણ ખરાને પૂછે છે?
શાયરની શિકાયતમાં આ ભેજ અને ભીનાશ જુઓઃ
મુસ્કુરાના થા તો મુસ્કુરા ન સકે
ગીત ખુશીયોં કે હમ ગા ન સકે
પરાયે તો અપને હોતે નહીં, અપનોં કો અપના બના ન સકે!
આ સમાચાર પણ વાંચોઃ Gujarati Sahitya: માણસ હોવાની મને ચીડ.
દુનિયાદારીના ( worldliness ) દસ્તૂરમાં પ્રેમના ઢાઈ અક્ષરની કેવી દુર્દશા થાય
છે એ આદિલ મન્સુરીને પૂછોઃ
કોઈ માણસ ઢાઈ અક્ષર ક્યાં લખે ઈ-મેલમાં
દુનિયાભરના વાઇરસ એ મોકલે ઈ-મેલમાં!
તો, અસલી-નકલીના ભેદ-ભરમને કોણ ઉકેલી શકે?
કવિની મૂંઝવણ આ મુક્તકરૂપે રજૂ થઈ છેઃ
પૂજાતા બધા જ પથ્થરો કંઈ ઈશ્વર નથી હોતા!
શૂરવીર દેખાતા બધા જ કંઈ સિકંદર નથી હોતા!
સમય આવ્યે જ ઇન્સાનની પરખ થાય છે દોસ્તો,
બહાર દેખાય છે એવા બધા અંદર નથી હોતા!
અને છેલ્લે, દુનિયાદારીના રસ્મોરિવાજથી ઘાયલ સાહેબની ( Ghayal saheb )
દર્દનાક ચીસ હૈયાને હચમચાવી મૂકે છેઃ
ચડી આવે યદી ભૂખ્યો કોઈ, હાંકી કાઢે છે,
નથી કાંઈ પેટ જેવું, અન્નકૂટ એને જમાડે છે.
કરાવે છે મકાનો ખાલી, મંદિર બાંધવા માટે,
અહીં માણસને મારી લોક ઇશ્વરને જીવાડે છે!

Ashwin Mehta