News Continuous Bureau | Mumbai
Gujarati Sahitya: કવિ સુંદરમે ( sundaram ) કહ્યુંઃ
પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું…
ઉમાંશંકર જોશીએ ( Umanshankar Joshi ) ગાંધીયુગની ભાવનાને વાચા આપીઃ
વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુધરાની…
માનવ-દેહ તો મળ્યો. પણ માનવ બનવાની સાધના સતત કરતા રહેવાની હોય છે. જગતની તમામ લલિતકલાઓ મનોરંજન કરે છે, પણ સાથે સાથે માનવ-વ્યક્તિત્વને મઠારવાની, કંડારવાની, ઉજાળવાની કેડી રચી આપે છે. કવિ ઓર્ડનની ( Poet Auden ) કાવ્યપંક્તિઓ યાદ આવે છે.
We must love one another or die.
તેણે પાછળથી તેમાં સુધારો કર્યોઃ
We must love one another and die.
આવનારી પેઢીઓને અપાયેલો આ શાશ્વત જીવન-સંદેશ છે. કવિની શ્રધ્ધા રમેશ પારેખની ( Shraddha Ramesh Parekh ) રજૂઆતમાં બલવત્તર બની છેઃ
માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું, હું છું પ્રથમ મુકામ, લે, મરાથી શરૂ કર…
તું લઈશ તો બ્રહ્માંડેય આવી જાશે બાથમાં, આસાન છે આ કામ, લે, મારાથી શરૂ કર
આ પણ વાંચો : Gujarati Sahitya: મૃત્યુઃ જીવનના સિક્કાની બીજી બાજુ.
સાંપ્રદાયિક સંકુચિતતામાં માનવધર્મ તો હાંસિયામાં ધકેલાઈ ગયો છે. વ્યાસમુનિની ( Vyasamuni ) વાણી સંભળાય છેઃ
ન માનુષાત્ શ્રેષ્ઠતાં હિ કિંચિત્
મનુષ્યથી ચડિયાતું આ સંસારમાં કોઈ નથી, આજનો કવિ કહે છેઃ
આ જગતને ચાહવાનું મન થયું, લ્યો, મને માણસ થવાનું મન થયું…
સ્વ થી સર્વ સુધી ફેલાઈ જવાની હિમાયત ૠષિઓ અને કવિઓએ કરી છે.
વ્યક્તિ થી સમષ્ટિમાં પ્રસરી જવાની, સચરાચરમાં વ્યાપી જતી પ્રેમભાવનાને આત્મસાત્ કરવાની શીખ કૃષ્ણ દવેની ( Krishna Dave ) આ માર્મિક પંક્તિમાં છેઃ
પ્રાણ રટે જો પરમેશ્વરને, મંત્ર જપે છે ઓમ. પ્રાણ રટે જો પ્રિયજનને, તો મંત્ર છે પ્રેમ ડોટકોમ
પ્રેમયજ્ઞમાં કરવો પડતો સતત અહમ્ નો હોમ, સ્નેહ નામની સોનામહોરની સાહ્યબી દોમદોમ
હૈયું જાણે બન્યું હવેલી, પ્રેમ ડોટકોમ.
છેલ્લે, માનવજાતે કાન ખોલીને, દિલ દઈને સાંભળવા જેવી વાત છેઃ
લોહીની નદી વહેવડાવવા કરતાંય આંસુનું એક ટીપું સૂકવવું અઘરું કામ છે, એ માણસે કરવાનું છે.

Ashwin Mehta